મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

દેશમાં 80 હજાર બાળકો કોરોના સંક્રમિત :બીજી લહેરની બાળકોને સૌથી વધુ અસર

પ્રથમ તબ્બકામાં સાૈથી વધારે વૃદ્ધ લોકો વાયરસથી પ્રભાવિત થયા હતા

નવી દિલ્હી : કોરોનાની બીજી લહેરે ડરનો માહોલ પેદા કરી દીધો છે. દેશમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. માહિતી પરથી જાણવા મળે છે કે કોરોનાની સ્થિતિ દેશમાં ખુબ ચિંતાજનક છે. મહારાષ્ટ્રે વીકેએન્ડ લોકડાઉન લગાવ્યુ. અને દેશના જુદા-જુદા રાજ્યોમાં નાઇટ કર્ફયુ લગાવવામાં આવ્યા છે. સરકારે કોરોનાની ગાઇડ લાઇન પણ કડક કરી દીધી છે. પરંતુ કોરોના દીન-પ્રતિદીન વધા જ રહ્યો છે. દેશમાં 80 હજાર બાળકો કોરોના સંક્રમિત થયા છે. સૌથી વધારે અસર બાળકોને થઇ રહી છે.

એક અહેવાલ પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં આ વાયરસ વૃદ્ધો કરતા યુવાનો અને બાળકોમાં વધુ ફેલાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રથમ તબ્બકામાં સાૈથી વધારે વૃદ્ધ લોકો વાયરસથી પ્રભાવિત થયા હતા.

પરંતુ આ વખતે તેનાથી વિરુદ્ધ છે. છેલ્લા એક મહિનામાં પાંચ રાજ્યોમાં 80 હજાર બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. વર્તમાન સમયમાં પરિસ્થિતી એવી છે કે બાળકો માટે કોઇ રસી જ નથી. હાલમાં જ બ્રિટને બાળકો પર ઉપયોગ થતી એસ્ટ્રાજેનેકા વેકસીનનો પ્રયોગ ત્તકાલ રોકી દીધો હતો.

આ રસીની સાઇડ ઇફેક્ટ થતા યુરોપમાં સાત લોકોના મોત થયા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં બાળકો સાૈથી વધુ સંક્રમીત થતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1 માર્ચથી 4 એપ્રીલ સુધીમાં 60684 બાળકો કોરોનાથી સંક્રમીત હતા. આમાંથી 9882 બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના હતા. છત્તીસગઢમાં 5940 બાળકો સંક્રમીત હતા જેમાંથી 922 બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના હતા. કર્ણાટકમાં 7327 બાળકો હતા જેમાંથી 871 પાંચ વર્ષ વર્ષથી ઓછી ઉંમરના હતા. ઉત્તર પ્રદેશમાં 3004 બાળકો સંક્રમીત હતા. જેમાંથી 471 પાંચ વર્ષથી નાના હતા. દેશની રાજધાનીમાં પણ આ જ પરિસ્થિતી છે. ત્યાં 2733 બાળકો સંક્રમીત હતા અને 471 બાળકો પાંચ વર્ષની આયુના હતા.

આરોગ્ય વિભાગના નિષ્ળાંતોના જણાવ્યા અનુસાર બાળકોમાં એટલી સમજ નથી હોતી કે તે કોવિડની ગાઇડલાઇનને અનુસરે સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે કે સેનીટાઇઝરનો ઉપયોદ કરે. આ પ્રમાણે આંકડા વધવાનું કારણ એ પણ હોય શકે છે.

(11:27 pm IST)