મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

સોનાના ભાવમાં ફરી ઉછાળો : ચાંદી પણ ઉંચકાઈ સોના-ચાંદીમાં 600થી 700 રૂપિયા સુધીનો વધારો

ડોલર ઇન્ડેક્સમાં નરમાઇ અને ભારતીય રૂપિયો નબળો પડવાથી સ્થાનિક બજારમાં સોના-ચાંદી ના ભાવ વધ્યા

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધતા સોના તરફ રોકાણકારોનું આકર્ષણ વધી રહ્યુ છે અન તેની સીધી અસર તેના ભાવ પર થઇ રહી છે. આ

આજે બુધવારે દિલ્હીના બુલિયન બજારમાં સોનાની કિંમત 587 રૂપિયા વધીને 45768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીની કિંમત પણ 682 રૂપિયા ઉછળીને 65468 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી.

આજે અમદાવાદના બુલિયન બજારમાં સોનાની કિંમત 600 રૂપિયા ઉછળીને 67,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીની કિંમત 500 રૂપિયા વધીને 67,000 રૂપિયાની વટાવી જઇ પ્રતિ એક કિગ્રા દીઠ 67,200 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી. ગઇકાલ સ્થાનિક સોનાની કિંમત 47,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દીઠ અને ચાંદીની કિંમત 67,700 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી.

વૈશ્વિક બજારમાં આજે સોનું વધીને 1739 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદીની કિંમત પણ વધીને 25.04 ડોલર પ્રતિ ટ્રોય થઇ હતી.

વૈશ્વિક બુલિયન બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂતી, ડોલર ઇન્ડેક્સમાં નરમાઇ અને ભારતીય રૂપિયો નબળો પડવાથી સ્થાનિક બજારમાં સોના-ચાંદી ના ભાવ વધ્યા છે.

(12:00 am IST)