મુખ્ય સમાચાર
News of Wednesday, 8th April 2020

કોરોના ટેસ્ટ વિનામૂલ્યે થાયઃ સરકાર વ્યવસ્થા કરે

સુપ્રિમ કોર્ટનો સરકારને નિર્દેશઃ ખાનગી લેબોરેટરી દ્વારા લેવાતા રૂ.૪૫૦૦ પણ બંધ થવા જોઇએ : લોકો ખાનગી લેબોરેટરીમાં તપાસ કરાવે તો પણ પૈસા રિયમ્બર્સ થવા જોઇએઃ સરકાર આની પણ વ્યવસ્થા કરે

નવી દિલ્હી,તા.૮: કોરોના ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે ફ્રીમાં થવી જોઇએ આજે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારે એક પ્રક્રિયા બનાવવી જોઇએ. જેનાથી જે લોકો પ્રાઇવેટ લેબમાં તેમનો ટેસ્ટ કરાવી શકે તેમના પૈસા રિઇમ્બર્સ કરવામાં આવી શકે કોર્ટે કહ્યું કે, ડોકટર એ મેકિડલ સ્ટાફ કોરોનાની લડાઇના યોધ્ધા સમાન છે.

કોરોનાક ટેસ્ટ અને તેના રોકથામમાં લાગેલા ડોકટરો અને મેડીકલ સ્ટાફની સુવિધાની સુરક્ષા માટે દાખલ અરજી પર સુનાવણી કરીને સુપ્રીમકોર્ટ કહ્યું કે આ લોકો યોધ્ધા છે અને તેમની અને તેમના પરિવારના લોકોની સુરક્ષા અત્યંત જરૂરી છે. મામલાની સુનાવણી  દરમ્યાન કોર્ટેએ પણ સલાહ આપી કે પ્રાઇવેટ લેબનો કોરોનાની તપાસ માટે પૈસા લેવાની મંજુરી આપવી જોઇએ નહિ.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે હાલમાં ૧૧૮ લેબ પ્રતિ દિવસ ૧૫૦૦૦ ટેસ્ટ ક્ષમતો સાથે કામ કરી રહ્યા છે. હવે અમે ૪૭ પ્રાઇવેટ લેબને પણ ટેસ્ટ મંજુરી આપવાના છીએે. તે એક વિકાસશીલ સ્થિતિ છે. અમને માલૂમ ન હોતું કે કેટલી સંખ્યામાં લેબની જરૂરીયાત હશે અને કયાં સુધી લોકડાઉન ચાલુ રહેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રાઇવેટ લેબને કોરોનાની તપાસ માટે પૈસા લેવાની મંજુરી થવી જોઇએ નહીં. ટેસ્ટના રીઇમ્બર્સ માટે સરકાર તરફથી તંત્ર બનાવું જોઇએ નહિ તેના પર એસજી તુષાર મહેતાએ કહ્યું કે આ દરેક મંતવ્યો પર વિચાર કરીશું બીજી બાજુ મેડીકલ સ્ટાફની સુરક્ષા પર સરકાર દ્વારા એસજી તુષાર મહેતાએ કહ્યું કે પોલીસ અને સરકાર તરફથી દરેક બંદોબસ્ત કરી  ગયા છે.

મામલાની સુનાવણી દરમ્યાન સરકાર તરફથી એસજી તુષાર મહેતાએ જણાવ્યું કે પીપીઇ કિટ સહિત દરેક મેડિકલ ઉપકરણનું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ પોઝીટીવ લોકો કોઇને પ્રભાવિતના કરી તેમના પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સરકારે કોર્ટેએ પણ જણાવ્યું કે ડોકટરોના પગારમાંથી પૈસા કાપવાની વાતમાં કોઇ સત્યતા નથી.

જો કે સુપ્રીમ કોર્ટમાં પ્રાઇવેટ લેબમાં કોરોનાની તપાસ માટે ૪૫૦૦ રૂપિયા સુધી લેવાની મંજુરી વાળી અધિસુચનાતે પડકારવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં થવો જોઇએ.

(3:25 pm IST)