મુખ્ય સમાચાર
News of Wednesday, 8th April 2020

દેશના 18 રાજ્યોના મજૂરોના ખાતામાં 1000થી 5000 સુધી ટ્રાંસફર કર્યા: દિલ્હીએ સૌથી વધારે 5000 આપ્યા

પંજાબ અને કેરલએ ખાતામાં 3000-3000 રૂપિયા આપ્યા

નવી દિલ્હી : લોકડાઉન દરમિયાન, દૈનિક મજૂરોની રોજી રોટી ચાલુ રહે, જેના માટે કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી ચાલુ કરી હતી. આ એડવાઈઝરીને ધ્યાનમાં લેતા, 18 રાજ્યોએ કંસ્ટ્રક્શન વર્કર્સના ખાતામાં 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા જમા કરાવ્યા છે. કોવિડ -19 ના સંક્રમણ ફેલાવાના કારણે, તેઓનું કામકાજ બંધ થઈ ગયુ છે.

 ફાઈનાન્શિયલ એક્સપ્રેસે સૂત્રોના મુજબ લખ્યુ છે કે આ રાજ્યોએ 2250 કરોડ રૂપિયા વન ટાઇમ કેશના લાભ તરીકે સીધા 1.8 કરોડ રજિસ્ટર્ડ કંસ્ટ્રક્શન વર્કર્સના ખાતામાં આપ્યા છે.ટ્રેડ યૂનિયનના સૂત્રોએ કહ્યુ કે દિલ્હીએ સૌથી વધારે 5000-5000 રૂપિયા દરેક રજિસ્ટર્ડ કંસ્ટ્રક્શન વર્કર્સના ખાતામાં આપ્યા છે. ત્યાર બાદ પંજાબ અને કેરલ છે જેના ખાતામાં 3000-3000 રૂપિયા આપ્યા છે. હિમાચલ પ્રદેશ જેવા કેટલાક રાજ્યોએ 2000 રૂપિયા અને ઓડિશાએ 1500 રૂપિયા દરેક રજિસ્ટર્ડ વર્કર્સના ખાતાઓમાં આપ્યા છે. ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા કેટલાક રાજ્ય એવા કારીગરોને એકથી ત્રણ મહીનાનું રાશન આપી રહ્યા છે.

  લેબર મિનિસ્ટ્રીએ અનુમાન લગાવ્યુ છે કે બિલ્ડિંગ એન્ડ અધર કંસ્ટ્રક્શન વર્કર્સ (BoCW) ની નજીક 31000 કરોડ રૂપિયા છે જે ખર્ચ નથી થયા. બિલ્ડિંગ એન્ડ અધર કંસ્ટ્રક્શન વર્કર્સ વેલફેયર સેસ એક્ટ, 1996 ના મુજબ, 10 લાખ રૂપિયાથી વધારાના બધા કંસ્ટ્રક્શનમાં 1 ટકા અને કેટલાક રાજ્યોમાં 2 ટકા સેસ જમા કરવાની હોય છે. આ સેસ સરકારી અને પ્રાઇવેટ બન્ને રીતના કંસ્ટ્રક્શનથી વસૂલવામાં આવે છે.

  Covid-19 સંક્રમણ ફેલવાની બાદ 24 માર્ચના પીએમ મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી હતી કે તે 3.5 કરોડ રજિસ્ટર્ડ કંસ્ટ્રક્શન વર્કર્સના ખાતામાં કેશ ટ્રાન્સફર કરેત એટલે કે તે આ મુશ્કેલીના સમયમાં ખાણી-પીણીની વ્યવસ્થા કરી શકે.

 વધારે રાજ્યોએ 1000 રૂપિયા ટ્રાંસફર કર્યા છે. સૌથી વધારે પ્રવાસી મજૂરો મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં છે. હજુ એ ખબર નથી પડી કે આ રાજ્યોએ કેટલા પૈસા ટ્રાંસફર કર્યા છે. પરંતુ તેલંગાના દરેક પ્રવાસી મજૂરોને 500 રૂપિયા અને 12 કિલો ચોખ્ખા આપવામાં આવ્યા છે.

(1:20 pm IST)