મુખ્ય સમાચાર
News of Wednesday, 8th April 2020

અમેરિકી અખબારનો મોટો ધડાકો

'હાઈડ્રોકસીકલોરોકવીન' દવા બનાવતી ફ્રાન્સની કંપનીમાં ટ્રમ્પનો હિસ્સો છે

શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આ દવાનો ઉપયોગ કરવા ધોકો પછાડે છે?

ન્યુયોર્ક : અમેરિકાના મોટા ગજાના રાષ્ટ્રીય અખબાર અને ટ્રમ્પના હાડોહાડ વિરોધી ન્યુયોર્ક ટાઈમ્સે મોટો વિસ્ફોટ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસની સારવાર માટે જે દવાના ઉપયોગની સતત હિમાયત કરી રહ્યા છે તે 'હાઈડ્રોકસીકલોરોકવીન' બનાવતી ફ્રાન્સની દવા બનાવતી કંપની 'સનોફી'માં ટ્રમ્પનું અંગત આથિૃક હીત સમાયેલુ છે.

ટ્રમ્પે હજુ સોમવારે જ ભારતને ચેતવણી આપતા વ્યકિતગત અનુરોધ છતાં જો તેને દેશ માટે મેલેરીયામાં વપરાતી હાઈડ્રોકસીકલોરોકવીન દવાની નિકાસ નહિં કરે તો વળતી કાર્યવાહી કરશે.

હાઈડ્રોકસીકલોરોકવીન ખૂબ જૂની અને ખૂબ ઓછી કિંમતની દવા છે જેનો ઉપયોગ મેલેરીયા સામે થાય છે.

ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે જો કોરોનાના ઉપચાર માટે હાઈડ્રોકસીકલોરોકવીનને અપનાવી - સ્વીકારી લેવામાં આવશે તો અનેક કંપનીને ફાયદો થશે, જેમાં ટ્રમ્પ સાથે જોડાયેલ શેરધારક અને વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. ટ્રમ્પને ફ્રાન્સની દવા કંપની 'સનોફી'માં અંગત નાણાકીય હીત છે. સનોફી હાઈડ્રોકસીકલોરોકવીનની બ્રાન્ડ નેઈમ 'પ્લાકવેનીલ'ના નામે એ દવા બનાવે છે.

આ રીપોર્ટ કહે છે જીનરીક દવા બનાવતી અનેક કંપની હાઈડ્રોકસીકલોરોકવીન બનાવવાની તૈયારીમાં છે જેમાં મુળ ભારતના ચિરાગ પટેલ અને ચિંટુ પટેલની એમની ફાર્માસ્યુટીકલ પણ સામેલ છે તેમ જણાવાયુ છે.

(11:38 am IST)