મુખ્ય સમાચાર
News of Monday, 8th April 2019

નાના ખેડૂતો - દુકાનદારોને પેન્શન : રામ મંદિર નિર્માણનો સંકલ્પ

ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો - સંકલ્પપત્ર : રાષ્ટ્રીય સુરક્ષા, કિસાન કલ્યાણ : યુવા અને મહિલા સશકિતકરણ ઉપર ભાર : આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ : ૩ તલાકને કાનુન બનાવાશે : જમ્મુ - કાશ્મીરથી ૩૭૦ - ૩૫(એ) હટાવાશે : ૫ વર્ષમાં ગરીબી ઘટાડાશે : કુલ ૭૫ વચનો અપાયા

નવી દિલ્હી તા. ૮ : લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે ભાજપે તેનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે.

આ દરમિયાન અમિત શાહ, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, રાજનાથસિંહ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પી.એમ. મોદીએ આ સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા અમિત શાહે સંબોધન કરીને પોતાના કાર્યકાળની પાંચ વર્ષની સિધ્ધી જણાવી હતી. રાજનાથસિંહે સંકલ્પ પત્રને પ્રજા સમક્ષ રજૂ કર્યું હતું.

૫૦ પેઇઝના આ ઘોષણાપત્રમાં અનેક ક્ષેત્રોના વાયદા કરવામાં આવ્યા. એવામાં શિક્ષણ માટે ૧૪ વાયદા કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી દેશની શિક્ષણ પધ્ધતિમાં બદલાવના પ્રયત્નો રહેશે. પ્રાથમિકતામાં છે અને અમે તેને લાગુ કરીશું. સિટિઝન એમેન્ડમેન્ટ બિલને અમે સંસદના બંને ગૃહમાં પાસ કરાવીશુ અને તેને લાગુ કરીશું. પરંતુ કોઈ પણ રાજયની સંસ્કૃતિ અને ભાષાની ઓળખને બચાવીશું. રામ મંદિરના સંકલ્પનું પણ પુનરાવર્તન. અમારો પ્રયત્ન રહેશે કે રામ મંદિરનું નિર્માણ ઝડપથી થઈ શકે. જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ - ૩૫એ હટાવી દેવામાં આવશે. ત્રિપલ તલાકનો કાયદો પસાર કરાશે.

સંકલ્પમાં બીજેપીએ ખેડૂતોને ખુશખબરી આપતા જાહેર કર્યું કે, ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી થશે અને વચન પર પક્ષ કાયમ છે તેમજ દરેક ખેડૂતોને ૬ હજાર રૂપિયા વર્ષે કિસાન સન્માન નિધિ મળશે.

લઘુ અને સીમાંત ખેડૂતોને ૬૦ વર્ષ બાદ પેન્શન સુવિધા મળશે. વેપાર વૃધ્ધિને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય વેપાર આયોગની રચના કરવામાં આવશે. વેપારીઓને ખુશખબર આપતા જાહેર કર્યું કે નાના વેપારીઓને ૬૦ વર્ષ બાદ પેન્શનની સુવિધા મળશે. જમીન રેકોર્ડ ડિઝીલાઇજેશન કરાશે. દરેક પરિવારને પાકુ મકાન, ઘરે-ઘરે એલપીજી ગેસ સિલિન્ડર તેમજ તમામ ઘરોમાં વિજળીકરણ કરવામાં આવશે. નિકાસને બમણી કરવાનું લક્ષ્ય તેમજ શિક્ષણ સંસ્થાઓમાં બેઠકોનું પ્રમાણ વધારાશે.

શિક્ષા અંગે સંકલ્પ પત્રમાં બીજેપીએ આવતા પાંચ વર્ષમાં શિક્ષકોની તાલીમ અને ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન ઇનોવેટીવ લર્નિંગ પ્રોગ્રામની શરૂઆત કરાશે. જેના માધ્યમથી પ્રતિભાશાળી બાળકોને વર્ષમાં એકવાર થોડાક સમય માટે એક સાથે લાવવામાં આવશે અને પ્રતિભા વિકાસ માટે સુવિધાઓ અને સંશાધનો પ્રધાન કરવામાં આવશે. રાષ્ટ્રીય તાલીમ સંસ્થાનોની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થાનોમાં ચાર વર્ષનો વિશેષ કોર્ષ હશે. જે શાળાના શિક્ષકોમાં ગુણવત્તાના માનકો તૈયાર કરાશે.

સ્માર્ટ કલાસેઝની શરૂઆત કરવામાં આવશે અને તેની શરૂઆત માધ્યમિક શ્રેણીની કક્ષાએથી થશે. ૨૦૨૪ સુધી કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય જેવા ૨૦૦ વધુ શાળા હશે. કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનોમાં ઓછામાં ઓછા ૫૦ વધુની સીટ વધારવા માટે પગલા ભરાશે. રાજ્ય સરકારોને પણ સીટ વધારવા માટે પ્રેરીત કરાશે. પાંચ વર્ષમાં ઓનલાઇન કોર્સને પ્રમુખ સંશાધન બનાવામાં આવશે. કલા, સંસ્કૃતિ અને સંગીત વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરાશે. જેમાં સંગીત, ડાન્સ વગેરે પણ ધ્યાન આપવામાં આવશે. આતિથ્ય અને પર્યટન વિશ્વ વિદ્યાલય અને એક પોલીસ વિશ્વ વિદ્યાલયની સ્થાપના થશે. ૨૦૨૪ સુધી ૫૦ વધુ ઉત્કૃષ્ટ સંસ્થાન તૈયાર કરાશે. સ્ટડી ઇન ઇન્ડિયાને પ્રગતિ કરાશે. ઇનોવેટીવ અને ઉચ્ચસ્તરી શોધને પ્રોત્સાહન અપાશે.

રાજનાથ સિંહે સંકલ્પ પત્ર જાહેર કરતાં જ કહ્યું કે ૧૨ શ્રેણીમાં તેને વિભાજીત કરાયું હતું. દરેક વિષય માટે એક અલગથી કમિટી પણ બનાવી હતી. વિકાસનું પૈડું ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશની બહાર અને આંતરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમે ઘણા પ્રયાસ કર્યા છે.ઙ્ગઆ સંકલ્પના નિર્માણમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવાની ભરપૂર કોશિષ કરી છે.

રાજનાથ સિંહે કહ્યું કે ભારતની મન કી બાત જાણવા માટે અમે એક લાંબો કાર્યક્રમ ચલાવ્યો. ૩૦૦ રથ, ૭૭૦૦ મંતવ્ય પેટીઓ, ૧૧૦થી વધુ સંવાદ કાર્યક્રમ, ૪૦૦૦થી વધુ ભારતના મન કી બાતના કાર્યક્રમ કર્યા. સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોની મન કી બાત સમજવાની કોશિષ કરી. નિષ્ણાતોની સાથે પણ ટીમના સભ્ય બેઠા. છેલ્લાં પાંચ વર્ષોની ઉપલબ્ધિઓને આધાર માની અમે આ સંકલ્પ પત્ર રજૂ કર્યું છે.

સંકલ્પ પત્રની મોટી વાતો

*    રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂર્ણ કટિબદ્ધતા છે. ત્રાસવાદ પ્રત્યે જીરો ટોલરન્સની આક્રમક નીતિ હશે

*    એક મજબુત અને નિર્ણાયક સરકાર આપવાની ખાતરી

*    કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ તમામ ખેડુતોને આપવામાં આવનાર છે.

*    નાના અને સિમાન્ત ખેડુતોને ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવનાર છે.

*    રાષ્ટ્રીય વેપાર પંચની રચના કરવામાં આવશે

*    દેશના નાના તમામ દુકાનદારોેને પણ ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવશ

*    સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજવા પર  ભાર મુકવામાં આવનાર છે.

*    ખેડુતો પર આગામી પાંચ વર્ષના ગાળામાં ૨૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે.

*    ક્રેડિટ કાર્ડ પર જે એક લાખ રૂપિયા સુધી લોન મળે છે તેના પર પાંચ વર્ષમાં વ્યાજ શુન્ય ટકા રહેશે.

*    યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવામાં આવશ

*    રામ મંદિર પર તમામ શક્યતાને ચકાસવામાં આવનાર છે. મંદિરનુ વહેલી તકે શાંતિપૂર્ણ માહોલમાં નિર્માણ થાય તેવા પ્રયાસ કરાશે

*    કલમ ૩૫ એ દુર કરવાની ખાતરી આપવામા ંઆવી

યૂનિફોર્મ સિવિલ કોડ આજે પણ અમારી

ગરીબોને મળશે વધારે ફાયદો

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરીશું, કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ સુધીની લોન લેવા પર પાંચ વર્ષ સુધી કોઇ જ વ્યાજ નહીં લાગે

નવી દિલ્હી તા. ૮ : લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ સોમવારે મેનેફેસ્ટો જાહેર કરી દીધો છે. બીજેપીએ પોતાના મેનિફેસ્ટોને 'સંકલ્પ પત્ર' નામ આપ્યું છે. આ સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૨૨ સુધી ૭૫ સંકલ્પ પૂરા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બીજેપીએ પોતાના મેનિફેસ્ટોમાં નીચેની વાતો પર ખાસ ધ્યાન આપ્યું છે.

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરીશું. કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ સુધીની લોન લેવા પર પાંચ વર્ષ સુધી કોઈ જ વ્યાજ નહીં લાગે. ભવિષ્યમાં કિસાન સમ્માન યોજનાનો લાભ વધારે ખેડૂતોને આપવાનું લક્ષ્ય.

૨૦૨૨ સુધી દરેક એવા દરેક વ્યકિતના પાક્કુ મકાન જે હાલ કાચા મકાનમાં રહે છે અથવા જેમની પાસે રહેવા માટે ઘર નથી. જળ જીવન મિશન શરૂ થશે, જે અંતર્ગત દરેક પરિવારને પીવાનું સ્વચ્છ પાણી મળશે. ૨૦૨૨ સુધી દરેક ગ્રામ પંચાયત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડાયેલી હશે.

બીજેપીના સંકલ્પ પત્રમાં ખેડૂતો-ગ્રામીણ વિકાસ પર ભાર

નાના ખેડૂતો માટે પેન્શન, ૫ વર્ષ સુધી વ્યાજ વગરની લોન

 વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે-ગણી કરવાનો સંકલ્પ. ૨૦૧૪માં પણ બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં આ જાહેરાત કરી હતી.  ખેડૂતો માટે ૧૦ હજાર જેટલી નવી પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશન બનાવવાનો સંકલ્પ.  ખેડૂતોને E-Nam, GrAMs અને પ્રધાનમંત્રી AASHA યોજના અંતર્ગત પૂરતા ટેકાના ભાવ મળે તે માટેની વ્યવસ્થા ઉભી કરવી.  પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના અંતર્ગત વધારેમાં વધારે ખેડૂતો સહાયની રકમ મેળવે તેવા પ્રયાસો કરીશું.  ૬૦ વર્ષની ઉંમર પછી નાના ખેડૂતોને સામાજિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન યોજના શરૂ કરીશું.  પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના અંતર્ગત આવતા તમામ પ્રોજેકટો પૂરા કરવાનું લક્ષ્ય.  મૂળ રકમ પરત કરવાની શરત સાથે ખેડૂતોને એક લાખ સુધીની નવી એગ્રિકલ્ચર લોન પૂરી પાડવામાં આવશે. આ લોન પર પાંચ વર્ષ સુધી કોઈ જ વ્યાજ નહીં લાગે.  સિંચાઈ હેઠળ આવતી જમીનને વધારવામાં આવશે.  જમીનના રેકર્ડનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે.  દરેક પ્રકારના હવામાનમાં દેશના દરેક ગામ સંપર્કમાં રહે તેવો પ્રયાસ કરીશું

(3:21 pm IST)