મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

કોલકાતાની ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકી : ૭ લોકોના કરુણમમોત : મમતા બેનરજી ઘટના સ્થળે દોડ્યા

મૃતકોમાં પોલીસ અધિકારી અને ફાયરના 4 જવાનોનો સમાવેશ : મમતા બેનર્જીએ દરેક મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી

પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાંઇ ઘટના બની છે, આ આગ ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં લાગી છે, જેને એટલી ભયાનક બતાવાઈ રહી છે કે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઘટના સ્થળે પહોંચી ગયા છે.

 બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. એક માહિતી પ્રમાણે મમતા સરકારના કેટલાક મંત્રીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એક બિલ્ડિંગના 13 મા માળમાં ભારે આગ લાગી હતી. તેમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકોમાં ફાયરના 4 જવાનોનો સમાવેશ પણ થાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દરેક મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

સૂત્રોના અહેવાલ અનુસાર આ આગ ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં લાગી હતી. મૃતકોમાં એક પોલીસ અધિકારી અને રેલ્વે સુરક્ષા દળના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ ઇમારત કોલકાતાના સ્ટ્રાન્ડ રોડ પર છે. બિલ્ડિંગની એલિવેટર પર સાતમાંથી પાંચ લાશો મળી અને આગને કાબૂમાં લેવા ઓછામાં ઓછા 25 ફાયર એંજીન લગાવાયા હતા.

માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કેટલાક મંત્રીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બંગાળ સરકારના પ્રધાન ફિરહદ હકીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પશ્ચિમ બંગાળ સરકારમાં ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસના વડા સુજિત બોઝે જણાવ્યું હતું કે આગ 13 માં માળે લાગી હતી, અને સાંકડી જગ્યા હોવાને કારણે બિલ્ડિંગના તે માળે સીડી લઈ જવી મુશ્કેલ હતી. જો કે આગની વચ્ચે ફાયર ફાઇટરો પણ ઘેરાયેલા હતા આ મુદ્દે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

(12:02 am IST)