મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

દેશના 10 લાખ ગ્રામીણ મહિલા ઉદ્યમીઓની મદદ કરશે ગુગલ : સીઈઓ સુંદર પિચાઈની મોટી જાહેરાત:2.5 કરોડ ડોલર આપશે

ખેતરોમાં કામ કરનારી 1 લાખ મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા માટે નેસકોમ ફાઉન્ડેશનને પણ 5 લાખ અમેરિકી ડોલરની સહાયતા કરશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે મોટી જાહેરાત કરતાં ભારતની 10 લાખ મહિલા ઉદ્યમીઓની મદદ કરવાનું વચન આપ્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ 2.5 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી છે. આ પૈસા ભારત અને દુનિયાભરમાં નોન-પ્રોફિટ અને સોશિયલ એન્ટરપ્રાઈઝને અનુદાનમાં આપવામાં આવશે. પિચાઈએ કહ્યું કે ભારતના ગામડાની 10 લાખ મહિલાઓને ગૂગલ ઈન્ટરનેટ સાથી પ્રોગ્રામમાં બિઝનેસ ટ્યૂટોરિયલ, ટૂલ્સ અને મેમ્બરશિપના માધ્યમથી મદદ કરવામાં આવશે.ભારતીય મૂળના સુંદર પિચાઈ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ છે.

તેની સાથે જ ગૂગલે ‘વિમેન વિલ’ વેબ પ્લેટફોર્મને પણ લોન્ચ કર્યુ, જે ગ્રામીણ મહિલા ઉદ્યમીઓને કોમ્યુનિટી સપોર્ટ, મેન્ટરશિપ અને એક્સેલેરેટર પ્રોગ્રામમાં મદદ કરશે. આ અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં છે. પિચાઈ મુજબ આ ખાસ રીતે તે મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે Entrepreneurship કરવા ઈચ્છે છે. ગૂગલે તેને વર્ચ્યુઅલ ગૂગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ લોન્ચ કર્યુ. તેના માટે ગૂગલ 2000 ઈન્ટરનેટ સાથીઓની સાથે કામ કરશે. જેનાથી મહિલા ઉદ્યમી આ વિસ્તારમાં શરૂઆત કરી શકે. સાથે જ આ દરમિયાન તે પણ કહેવામાં આવ્યું કે ગૂગલ ઓઆરજી ખેતરોમાં કામ કરનારી 1 લાખ મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા માટે નેસકોમ ફાઉન્ડેશનને પણ 5 લાખ અમેરિકી ડોલરની સહાયતા કરશે.

(11:37 pm IST)