મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

રજિસ્ટ્રેશન પૂરું થયે વાહન ખરૃં ન ઊતરે તો રોડ પર નહીં દોડી શકે

નવી વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસીનું અંતિમ રૂપ જાહેર થશે : જૂની કાર સ્ક્રેપ કરાવનારાને નવી કાર ઉપર કંપનીઓ ૫ ટકા રિબેટ આપશે : મંત્રાલય દ્વારા પોલિસી બનાવાઈ છે

નવી દિલ્હી, તા. : બજેટમાં જેની જાહેરાત થઈ હતી તેવી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનું આખરી સ્વરુપ કેન્દ્ર સરકાર મહિનાના અંત સુધીમાં જાહેર કરી શકે છે. નવી પોલિસીમાં વાહન કેટલું જૂનું છે તેના આધારે નહીં, પરંતુ કડક ફિટનેસ નોર્મ્સના આધારે તેને માર્ગ પર દોડવા દેવું કે નહીં તે નક્કી કરવામાં આવશે.

પોલિસી રોડ ટ્રાન્સપોર્ટર અને હાઈવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવી રહી છે. જેના હેઠળ વ્હીકલ સ્ક્રેપિંગ સેન્ટર્સ, વાહનના પુનઃરજિસ્ટ્રેશનની સુધારેલી ફી, ફિટનેસ ટેસ્ટનો ચાર્જ તેમજ તેના નિયમોની જાહેરાત કરાશે. તેમાં જે માપદંડો નક્કી કરવામાં આવશે, તેમાં જો કોઈ વાહન તેનુ એકવાર રજિસ્ટ્રેશન પૂરું થયે ખરું નહીં ઉતરે તો તેને ફરી રોડ પર નહીં દોડાવી શકાય, અને તેને સ્ક્રેપ કરવામાં આવશે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પત્રકારો સાથે વાત કરતા મામલે જણાવ્યું હતું કે, જૂની કાર સ્ક્રેપ કરાવનારાને નવી કાર પર કંપનીઓ ટકા રિબેટ આપશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર વાહનના ફિટનેસને લગતા માપદંડો ખૂબ કડક બનાવવા જઈ રહી છે. જેની પાછળનો ઉદ્દેશ પ્રદૂષણ ફેલાવતા વાહનોને રસ્તા પર દોડતા અટકાવવાનો છે. સિવાય સરકાર પર્સનલ વાહનો માટે રિરજિસ્ટ્રેશન રિન્યૂઅલ જ્યારે કોમર્શિલય વાહનો માટે ફિટનેસ સર્ટિ.ની ફી પણ વધારી શકે છે. વાહનનું રજિસ્ટ્રેશન ૧૫ વર્ષ માટે માન્ય હોય છે. ત્યારબાદ ખાનગી વાહનનો દર બે વર્ષે જ્યારે કોમર્શિયલ વાહનનો દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડે છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સ્ક્રેપિંગ પોલિસીનું ફ્રેમવર્ક હાલ બનાવાઈ રહ્યું છે, ને ગ્રીન ટેક્સને નોટિફાઈડ કરી દેવાયો છે. ઘણા રાજ્યોમાં તેનો જોઈએ તે રીતે અમલ નથી કરાયો. આવા રાજ્યોને અપીલ કરતાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર રાજ્યો ગ્રીન ટેક્સ નાખે તે જરુરી છે.

કેન્દ્ર સરકારના બજેટમાં જાહેર કરાયેલી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીમાં પર્સનલ વ્હીકલ માટે ૨૦ વર્ષ અને કોમર્શિયલ વ્હીકલ માટે ૧૫ વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે.

જૂના વાહનોને રસ્તા પરથી હટાવવા તેમના સ્ક્રેપિંગ બાદ નવું વાહન ખરીદનારાને રિબેટ આપવા ઉપરાંત જૂના વાહનો પર ગ્રીન ટેક્સની પણ જોગવાઈ કરાઈ છે. જૂના વાહનોને ફરજિયાતપણે ઓટોમેટેડ ફેસિલિટીઝમાં ફિટનેસઅને પોલ્યૂશનના ટેસ્ટ કરાવવા પડશે. આવા સેન્ટર્સ સરકાર પીપીપીના ધોરણે વિકસાવશે. જો નિયમ અનુસારફિટનેસ સર્ટિ વિનાનું વાહન કોઈ ચલાવતા પકડાય તો તેની પાસેથી ઉંચો દંડ વસૂલવામાં આવશે.

(8:10 pm IST)