મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

વડાપ્રધાન ભાષણ બાંગ્લામાં આપે છે પરંતુ સ્ક્રીપ્ટ તો ગુજરાતી ભાષામાં હોય છે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના રાજકારણ માટે રવિવાર 'સુપર સંડે' બન્નેના એકબીજા ઉપર આકરા પ્રહારો

નવી દિલ્હી,તા. ૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે નવા રૂપમાં મોરચો ખોલ્યો અને ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે ત્યારે મમતા બેનર્જી પણ પીએમ મોદી પર હુમલા કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પીએમ મોદી જુઠ્ઠાણાંનો સહારો લઈ રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે પીએમ મોદીએ આટલા વર્ષોમાં જે ખોખલા વાયદા કર્યા છે તેના પર લોકોને હવે વિશ્વાસ નથી રહ્યો. પીએમ મોદીએ દરેકના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા કેમ જમા ન કરાવ્યા?

બેનર્જીએ કહ્યું કે લોકો વારંવાર જૂઠને સ્વીકાર નહીં કરે. અમે માંગ કરીએ છે કે તમે દેશના નાગરિકોને સસ્તા દરે LPG સિલિન્ડર આપો. જૂઠ બોલવાની પોતાની ટેવ પર તમને શરમ આવવી જોઈએ.

મમતા બેનર્જીએ કહ્યું કે તે બાંગ્લામાં ભાષણ આપે છે પણ સ્ક્રિપ્ટ તો ગુજરાતીમાં લખેલી હોય છે અને તેમની સામે પારદર્શક કાચ મૂકવામાં આવે છે અને તે તેમાંથી વાંચી વાંચીને ભાષણ આપે છે. તે દેખાડો કરે છે કે તેમને બાંગ્લા આવડે છે.

મમતા બેનર્જીએ કહ્યું કે તમારી પાર્ટીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તમારી પાર્ટીએ બિરસા મુંડાનું અપમાન કર્યું. તમારી પાર્ટીએ ખોટી રીતે કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ શાંતિનિકેતનમાં થયો છે. તેમણે કહ્યું કે બંગાળના દરેક સમાજના લોકો ભાષાના બંધનને તોડીને શાંતિ રહે છે જે રાજયમાં ભગવા પાર્ટી સત્ત્।ામાં આવશે તે તણાવમાં રહેશે.

(5:00 pm IST)