મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

સોનાના રેઝરથી દાઢી

પિંપરી-ચિંચવડના એક સેલોમાં ગ્રાહકોને આકર્ષવા ૪ લાખનું સોનાનું રેઝર

પુણે,તા. ૮: પુણે નજીક પિંપરી-ચિંચવડમાં અવિનાશ બોરુંદિયા સોનાના ચમકતા રેઝર વડે ગ્રાહકોનું પોતાના સેલોંમાં શેવિંગ દાઢીનું શેવિંગ કરે છે. સોનાના રેઝર વડે શેવિંગ કરવાનો ચાર્જ ફકત ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે.

કોવિડ-૧૯ની મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં નાના પાયાના અને રોજની ઘરાકી પર આધાર રાખતા ઘણા ધંધા ઠંડા પડી ગયા હોવાથી લોકડાઉન ખૂલ્યા પછીના વખતમાં ધંધાની ફરી જમાવટ કરવા માટે એના માલિકો અનેક પ્રકારના ઉપાય અજમાવે છે.

પુણે નજીક પિંપરી-ચિંચવડમાં અવિનાશ બોરુંદિયા સોનાના ચમકતા રેઝર વડે ગ્રાહકોનું પોતાના સેલોંમાં શેવિંગ દાઢીનું શેવિંગ કરે છે. સોનાના રેઝર વડે શેવિંગ કરવાનો ચાર્જ ફકત ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે. આ યુકિતને કારણે ધંધો વધ્યો હોવાનું અવિનાશ કહે છે.

(4:08 pm IST)