મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

હથીયારોની અછત સર્જાતા બોમ્બના ઉપયોગ તરફ વળતા આતંકવાદીઓ

જન્મુ તા. ૮ : કાશ્મીરમાં હથીયારોની અછત સર્જાતા આતંકવાદીઓ નાના પણ શકિતશાળી ગણાતા બોમ્બના ઉપયોગ તરફ વળવા લાગ્યા છે. જેમાં આઇઇડી, હાળગોળા અને સ્ટીક બોમ્બનો સમાવેશ થાય છે.

જેમાના આઇઇડી અને હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કયાંક સફળ તો કયાંક અસફળ રહ્યો છે. ત્યારે હવે આતંકીઓ સ્ટીક બોમ્બ તરફ વળ્યા હોવાનું તાજતેરમાં સુરક્ષા એન્જસીઓને હાથ લાગેલ સામાન પરથી ફલિત થાય છે.

થોડા દિવસો પહેલા એક ટીપ્પરને સ્ટીક બોમ્બથી ઉડાવી દેવાના કાવત્રાને નાકામિયાબ બનાવાયુ હતુ. સુરક્ષા એજન્સી કહે છે કે હવે આતંકીઓ ગ્રેનેડના સ્થાને સ્ટીક બોમ્બનો ઉપયોગ વધારવા લાગ્યા છે. કેમ કે તે છુપાવવા વધુ આસાન રહે છે.  લોકોના વાહનોમાં આ સ્ટીક બોમ્બ લગાવી વિસ્ફોટ કરવાનો ઇરાદો આતંકીઓ ધરાવે છે. જો કે સુરક્ષા અધિકારીઓ આ બાબતે સચેત થઇ ગયા છે. સુરક્ષા બંદોબસ્ત વધારી આવા બોમ્બ ઝડપી લેવા ઉપકરણો બેસાડી દેવાયા છે.

(3:14 pm IST)