મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

બદામ અને અખરોટના બગીચાઓ ખીલે તે પહેલા કોરોનાનો ઓછાયો

જમ્મુ : બદામ અને અખરોટના વૃક્ષો પર ફુલ અને કડીઓ બેસતા બહાર આવે તે પહેલા કોરોનાનો ઓછાયો ફરી વળ્યો છે. છેલ્લા એક વર્ષથી કાશ્મીરના લોકો કોરોનાના કારણે બદામ અને અખરોટના વૃક્ષો નીચે બેસવાનો કે તેને ફુલ્યા ફાલેલા નિહાળવાનો લ્હાવો લઇ શકયા નથી. સદાબહાર મોસમમાં બદામના વૃક્ષો નીચે બેસીને સીંગોડા અને મગુલ ચા નો આનંદ લુંટવો એ હવે સ્વપ્ન બની રહ્યુ છે . એક તો ૨૭ વર્ષ સુધી બદામ બજાર આતંકવાદી હુમલાઓના કારણે ખીલી શકી નહોતી. ધીરે ધીરે એ પરિસ્થિતી સુધરી તો આ વખતે કોરોનાએ કહેર વર્ષાવવાનું શરૂ કર્યુ. આમ બદામ અને અખરોટના બગીચાઓને બુરી નજર લાગી ગઇ હોવાનું લોકો જણાવી રહ્યા છે.

(3:09 pm IST)