મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

' સદંતર જુઠાણું ' : સુપ્રીમ કોર્ટએ ક્યારેય બળાત્કારના આરોપીને પીડિતા સાથે લગ્ન કરવાનું કહ્યું નથી : અમને સ્ત્રીશક્તિ માટે સંપૂર્ણ આદર છે : અમે આરોપીને માત્ર એટલું જ પૂછ્યું હતું કે તમે લગ્ન કરવાના છો ? : ગેરસમજણ ફેલાવતા સમાચારો પ્રસિદ્ધ થવા બદલ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠે અસંતોષ વ્યક્ત કર્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે બળાત્કારના એક કેસની સુનાવણીના સંપૂર્ણ ખોટા સમાચાર  પ્રસિદ્ધ થવા પર  અસંતોષ વ્યક્ત કર્યો હતો . ગેરમાર્ગે દોરતા સમાચાર મુજબ સુનાવણી દરમિયાન કોર્ટએ બળાત્કારના આરોપીને પૂછ્યું હતું કે તે પીડિતા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે કે કેમ.

જેના અનુસંધાને ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની બેંચે બળાત્કારનો ભોગ બનેલી14 વર્ષીય સગીર યુવતીને તેની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની માંગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન આજે સ્પષ્ટતા કરી હતી કે અમને સ્ત્રીશક્તિ માટે સંપૂર્ણ આદર છે .અમે ક્યારેય બળાત્કારના આરોપીને પીડિતા સાથે લગ્ન કરવાનું કહ્યું નથી .

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઈના નિવેદનને સમર્થન આપ્યું હતું.તથા જણાવ્યું હતું કે તમે અલગ સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો હતો જેનો અવળો અર્થ કરી ગેરમાર્ગે દોરતા સમાચારો પ્રસિદ્ધ કરાયા છે.તમે એસ.જી.  પુરાવા અધિનિયમની કલમ 165 ના આદેશ સાથે સંપૂર્ણપણે સુસંગત હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:44 pm IST)