મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

ઓલેલે...વરરાજા ઘોડાના બદલે ઉંટ ઉપર બેસી વરઘોડો કાઢયો

ઉંટ પાછળ ૧૨ હજારનો ખર્ચ, જાનૈયાઓએ પણ સોશ્યલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખ્યું

મુંબઇઃ કોરોના મહામારીના ડરને કારણે લોકોના જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. જાહેર જગ્યાઓ પર એકબીજા વચ્ચે યોગ્ય અંતર, માસ્ક, સેનેટાઇઝર સહિતની વસ્તુઓ જરૂરી બની છે. ત્યારે આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મરાઠાવાડમાં એક વ્યકિતએ પોતાના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને અનોખો ઉપાય કર્યો છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

મરાઠાવાડની અંદર ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને એક વરરાજાએ ઘોડાને બદલે ઉંટ પર બેસીને જાન કાઢી હતી. જેના કારણે કોરોના વાયરસના જોખમને ઓછું કરી શકાય. મરાઠાવાડની સાલેગાંવ નિવાસી અક્ષય વરપેના લગ્ન એશ્વર્યા વરપે સાથે થયા. ૨૨ વર્ષીય અક્ષય વ્યવસાયે પત્રકાર છે. તો એશ્વર્યા શિક્ષક બનવા માંગે છે.

કોરોના ગાઇડલાઇન વચ્ચે યોજાયેલા આ લગ્નમાં કોઇ મહેમાનના કારણે કોરોના વાયરસના ફેલાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તો અક્ષયે પોતાની જાનમાં ઉંટ પર બેસવાનું પસંદ કર્યું. તેની પાછળનું કારણ એવું આપ્યું કે આટલી ઉંચાઇ હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે. ૧૨ હજારનો ખર્ચ કરીને તેણે ઉંટની વ્યવસ્થા કરી હતી. જાનની અંદર જાનૈયાઓએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું હતું.

(12:01 pm IST)