મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની ૬ બેંકોનું ખાનગીકરણ કરવા માંગે છે : નવો ધડાકો

નવી દિલ્હી : જાહેરક્ષેત્રની બેંકોમાં પ્રાઇવેટ ટાઇઝેશન અર્થાત ખાનગીકરણનો પવન ફુંકાય રહયો છે. સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડીયા, આઇઓબી અને સેન્ટ્રલ બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે પણ નાણામંત્રાલય ચાર નહિ પણ કુલ ૬ બેંકોનું ખાનગી હાથોમાં સોંપી દેવા માંગે છેઃ સરકારી દસ્તાવેજો તપાસતા આ બાબતે જાહેર થઇ છે બજેટમાં સરકારે જાહેરાત કરી હતી કે તે માત્ર ર બેંક અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરશેઃ સરકાર ૧૩ બેંકોને મીટાવી પ બેંકો રાખવા માંગે છે.

(11:56 am IST)