મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

રાજસ્થાનના દૌસા જિલ્લામાં ઓનર કિલિંગ: લિવ ઈન રિલેશનશીપમાં રહેતી પુત્રીનું અપહરણ કરી પિતા દ્વારા હત્યા

રાજસ્થાનના દૌસા જિલ્લામાં ઓનર કિલિંગ: લિવ ઈન રિલેશનશીપમાં રહેતી પુત્રીનું અપહરણ કરી પિતા દ્વારા હત્યા  કરાઈ છે ,પિંકી સૈની નામની યુવતી રોશન નામના યુવક સાથે પ્રેમમાં હતી. તેના પરિવારે તેની ઈચ્છા વિરુદ્ધ અન્ય જગ્યાએ લગ્ન કરાવી નાખતા પિંકી ત્યાંથી ભાગી છૂટેલ અને હાઈકોર્ટમાં જઈને લિવ ઈન રિલેશનશિપમાં રહેવાની મંજૂરી મેળવેલ. હાઈકોર્ટે પોલીસ રક્ષણ પણ અપાવેલ. દરમિયાન યુવતીના પિતાએ તેનું અપહરણ કરી હત્યા કરી નાખેલ અને  પોલીસને સામેથી જાણ કરતા ઓનર કિલિંગના આ બનાવથી ખળભળાટ મચી ગયો છે.(પ્રતીકાત્મક તસ્વીર)

(12:00 am IST)