મુખ્ય સમાચાર
News of Wednesday, 8th February 2023

અદાણી કેસ પર રાહુલ ગાંધીના આરોપોને લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દીધા;કોંગ્રેસ નેતા જયરામ રમેશે સરકાર પર સાધ્યું નિશાન

તેમણે લખ્યું, “પ્રધાનમંત્રી સંબંધિત અદાણી મહામેગાસ્કેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણીને હટાવવાની સાથે જ લોકસભામાં લોકશાહીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.” ઓમ શાંતિ

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા જયરામ રમેશે લોકસભામાં મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે અદાણી કેસ પર રાહુલ ગાંધીના આરોપોને લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દીધા છેતેમણે સરકાર પર લોકસભામાં લોકશાહીના ‘અંતિમ સંસ્કાર’ કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે.

કોંગ્રેસના સંચાર બાબતોના પ્રભારી મહાસચિવ રમેશે આ અંગે એક ટ્વીટ કર્યું છે.તેમણે લખ્યું, “પ્રધાનમંત્રી સંબંધિત અદાણી મહામેગાસ્કેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણીને હટાવવાની સાથે જ લોકસભામાં લોકશાહીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.” ઓમ શાંતિ.”

આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ સંસદમાં આરોપ લગાવ્યો હતો કે વર્તમાન કેન્દ્ર સરકારે અદાણી જૂથને સરકારી સંસાધનોથી તેનો બિઝનેસ વધારવામાં મદદ કરી છે.

તેમણે કહ્યું હતું કે આ દેશની વિદેશ નીતિ નથી, આ અદાણીજીની વિદેશ નીતિ છે તેમનો બિઝનેસ વધારવાની. ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારના દબાણ હેઠળ અદાણી જૂથને હજારો કરોડની સરકારી લોન આપવામાં આવી હતી, જેના કારણે જૂથનો બિઝનેસ આગળ વધ્યો હતો.

જોકે, જ્યારે તેઓ આ આરોપો લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. નિશિકાંત ઠાકુર, રવિશંકર પ્રસાદ, અર્જુન રામ મેઘવાલ જેવા સાંસદોએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી સંસદમાં પીએમ મોદી પર કોઈપણ પુરાવા વિના ગંભીર આરોપો લગાવી રહ્યા છે.

(8:25 pm IST)