મુખ્ય સમાચાર
News of Monday, 8th February 2021

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સાસણ-ગીરમાં રાત્રે રસ્તા પર જતા સિંહોનો વીડિયો કર્યો શૅર

જાડેજાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અંગૂઠામાં ઇજાને લઇને ટીમ ઇન્ડિયામાં સામેલ નથી થયા અને તેઓ હમણાથી ગીરના જંગલોમાં ફરી રહ્યા છે. જાડેજાએ સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં 3 સિંહ દેખાઇ રહ્યા છે. જાડેજાએ આ વીડિયો ખુદ બનાવ્યો છે અને તેમણે આ ફેન્સ સાથે શેર કરતા પોતાનો સૌથી સારો અનુભવ ગણાવ્યો. ત્યારે જાડેજાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

આવું પહેલી વાર નથી થયું જ્યારે જાડેજાએ સિંહો સાથે પોતાનો ફોટો કે વીડિયો શેર કર્યો હોય. જાડેજાએ વર્ષ 2016માં સિંહોની સાથે તસવીરો પડાવી હતી જ્યારબાદ તેના પર દંડ પણ લાગ્યો હતો. ત્યારબાદ 2018માં સાઉથ આફ્રિકા પ્રવાસ પર સિંહો સાથે ફોટો ખેંચાવતા નજરે આવ્યા હતા. જણાવી દઇએ કે જાડેજાને પ્રાણીઓ સાથે ખુબ લગાવ છે. તેઓ ખુદ ત્રણ ઘોડાના માલિક છે.

(11:06 pm IST)