મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્લી ચૂંટણીઃ મતદાતાઓની મદદ માટે સ્કૂલના બાળકો બન્યા સ્વયંસેવક

         દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે શનિવારના થયેલ મતદાનમાં સ્કૂલના બાળકોએ  મતદાતાઓની મદદ કરી સફેદ પોશાકમાં મતદાન કેન્દ્રો પર સ્વયંસેવકની ભૂમિકામા હતા. મતદાન કેન્દ્ર પર મે આઇ હેલ્પ યૂ ડેસ્ક બનાવવામાં આવ્યા હતા. જયા સ્કુલના બાળકો મતદાતાએાને મદદ માટે તૈયાર હતા.

         રીપોર્ટ અનુસાર ધોરણ ૧૧ અને ધોરણ ૧ર ના સ્કુલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ મતદાન દરમ્યાન સ્વયંસેવક તરીકે મતદાન કેન્દ્રે પર હાજર હતા.  મતદાન કેન્દ્રો પર સ્કુલી બાળકો મતદાતાઓને સમજાવતા હતા કયા મઅને કઇ લાઇનમાં ઉભું રહેવું. ભુલથી મોબાઇલ લઇ પહોંચવાવાળા મતદાતાઓ માટે મતદાન કેન્દ્રની બહાર લોકરની વ્યવસ્થા પણ હતી.

(11:47 pm IST)