મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

કાનપુર સીએએ ના વિરોધમાં ર૦ દિવસથી ચાલી રહેલ મહિલાઓનું ઘરણા પ્રદર્શન બંધ થયુ

       ડીઆઇજી અનંત દવેએ કહ્યું હતુ કે ૮૦ લોકોને નોટીસ, ર૦૦ લોકોને પ્રતિબંધ કર્યા પછી પણ ઘરણા ખતન મ થયા તો પોલીસ દેશદ્રોહની ધારાઓમા રીપોર્ટ દાખલ કરી એમની ધરપકડ કરશે. ઉતરપ્રદેશના કાનપુરના બાબુ પુરવામા સીએએ વિરોધમાં છેલ્લા ર૦ દિવસથી ચાલી રહેલ મહિલાઓના ઘરણા આજે ૮ ફેબ્રુઆરીના રોજ ખતમ થયા. એસએસસી અને ડીએમએ મહિલા પોલીસ સાથે સ્થળ પર પહોંચી મહિલાઓને સમજાવી આ પછી મહિલાઓએ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન જિલ્લાધિકારીને સોંપી ઘરણા ખતમ કરવાની ઘોષણા કરી.

        આવેદનના માધ્યમથી એમણે એક તરફ જયાં સીએએ ને હટાવવા માંગ કરી જયાં સ્થાનીય પોલીસથી સીએએના વિરોધમાં  થયેલ હિંસા પછી  પોલીસ કાર્યવાહીમાં બેકસૂરો પર કાર્યવાહી ન કરવાની માંગ કરી પોલીસ અને પ્રશાસનએ મહિલાઓની માંગોને માનવાની વાત કહી અને આ સાથે જ ર૦ દિવસ થી ચાલી રહેલ ઘરણાનો અંત આવ્યો. ઘરણાનો ચહેરો બનેલ અને ઉપદ્રવીઓને સજા આપવાના આરોપીઓ પર રાસુકાને લઇ  કાર્યવાહી થશે. ડીઆઇજીએ કહ્યું મોહમદઅલી પાર્ક અને ફુલપાર્કમા ઘરણાને બહારથી લોકો આવી સમર્થન આપી ભડકાવતા હતા.

(10:55 pm IST)