મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમ્યાન ચૂંટણી અધિકારી અને મતદારનું મોત થયુઃ હરિનગરમાં એક મતદાતાનુ હાર્ટ એટેકથી મોત

        દિલ્લી વિધાનસભા ચૂંટણી ર૦ર૦ ની ૭૦ સીટો માટે મતદાન પુરું થયુ. ચૂંટણી આયોગના વોટર ટર્નઆઉટ એપના આકડા પ્રમાણે સાંજના ૭ સુધી લગભગ પ૭.૦૪ ટકા મતદાન થયું. આવામા દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમ્યાન ર લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા.

        દિલ્લીના હરિનગરમાં એક મતદારનું હાર્ટ એટેકથી મોત થયું આ મતદારનુ નામ નિતિન ભાકરૂ હુત અને એની ઉમર પ૯ વર્ષ હતી. તે મત આપવા માટે લાઇનમા ઉભા હતા. જયારે બાબરપુર વિધાનસભા સીટ અંતર્ગત ડયૂટી પર હાજર ચૂંટણી અધિકારી ઉદ્યમસિંહનુ પણ મોત થયું.  મળેલ જાણકારી મુજબ ઉદ્યમસિંહને પણ છાતીમા દુઃખાવાની ફરિયાદ થઇ હતી જેનુ થોડા સમય પછી મૃત્યુ થયુ હતુ.

(10:54 pm IST)