મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્હીમાં ભાજપ 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશે :મનોજ તિવારીએ કહ્યું --તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે : મારુ ટ્વીટ સાચવી રાખજો

મહેરબાની કરીને ઇવીએમ પર દોષારોપણ કરવાનું બહાનું શોધી કાઢશો નહીં.

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુ.એ આવશે. એક્ઝિટ પોલનાં તમામ પરિણામો ભાજપની હાર કહી રહ્યા છે. ભાજપને વધુમાં વધુ 23 બેઠકો મળશે તેમ કહેવામાં આવે છે, પરંતુ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કહે છે કે ભાજપને 70 માંથી 48 બેઠકો મળશે.

  તિવારીએ ટ્વિટ કર્યું - તમામ એક્ઝિટ પોલ નિષ્ફળ જશે .. મારું ટવીટ સાચવી રાખજો. .. ભાજપ દિલ્હીમાં 48 બેઠકો લઈને સરકાર બનાવશે .. મહેરબાની કરીને ઇવીએમ પર દોષારોપણ કરવાનું બહાનું શોધી કાઢશો નહીં.

   ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે, તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે. ભાજપ 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશે. પરિણામ બાદ કોઇ EVMને દોષ ન આપે. હું ગ્રાઉન્ડની રિયાલીટી જાણુ છું. હું દિલ્હીની જનતાને સારી રીતે જાણું છું. તિવારીએ કહ્યું કે, દિલ્હીમાં ભાજપ 48 પ્લસ બેઠકો સાથે સરકાર બનાવશે. 48+, 55, 56 કે 60 સુધી પહોંચી જાય તો EVMને દોષ ન આપતા

(9:52 pm IST)