મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર શાંતિપૂર્ણ સંપન્ન : અંદાજે 58 ટકા જેટલું મતદાન નોંધાયું

રિઠાલામાં આપ અને ભાજપના સમર્થકો વચ્ચે બબાલ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. અંદાજિત 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાને છે. 11 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

      દેશની રાજધાની દિલ્હીમાંવિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. દિલ્હી વિધાનસભામાં આવતી 70 સીટો પર મતદાન પૂર્ણ થયું છે. દિલ્હીમાં ત્રિકોણીય જંગ ખેલાઈ રહ્યો છે. 6 વાગ્યા સુધીમાં 58 ટકા મતદાન નોંધાયું છે.

     રિઠાલાના બુદ્ધ વિહારમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે બબાલ થઇ છે. દિલ્હી પોલીસે કહ્યું કે, અમને પીસીઆર કોલ આવ્યો હતો. ત્યારે એસએચઓ પોતાની ટીમની સાથે સ્થળ પર પહોંચ્યા અને બન્ને પક્ષોને શાંત કરાવ્યા. જોકે બન્ને પક્ષો તરફથી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.

 

જામિયાના શાહીનબાગમાં હજુ પણ મતદાન માટે લાંબી લાઇનો લાગેલી છે. પુરૂષ અને મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા છે.

(6:24 pm IST)