મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હઠળ ૧૬.૬૧ લાખ લોકોને તાલીમ અપાઇ, ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન ૭૩.૪૭ લાખ લોકોને રોજગારી અપાઇઃ કેન્‍દ્રીય મંત્રી આર.કે. સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી આરકે સિંહે રાજ્યસભાને જણાવ્યું કે, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 16.61 લાખ લોકોને સફળતાપૂર્વક રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યમંત્રી આરકે સિંહે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બેઠળ 16.61 લાખ લોકોને તાલીમ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2016-20 વચ્ચે આશરે 73.47 લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આ તાલીમ કાર્યક્રમ બેઠળ યુવાઓને 371 કોર્સ કરાવવામાં આવ્યા છે. આઇટીઆઇ હેઠળ 15697 ઔદ્યોગિક તાલિમ કેન્દ્રોમાંથી 137 લોકોને લાંબા સમયગાળાની તાલીમ આપવામાં આવી છે. આ વચ્ચે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ લોકસભામાં જણાવ્યું કે, દેશભરમાં ઓછામાં ઓછા દોઢ લાખ ઉપ સ્વાસ્થ્ય કેન્દ્ર અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને હવે આયુષ્માન ભારત યોજના હેઠળ સ્વાસ્થ્ય તથા કલ્યાણ કેન્દ્રોમાં પરિવર્તિત કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું કે, આ સ્વાસ્થ્ય કેન્દ્રોની ગુણવત્તા સુધારવાનું કામ ડિસેમ્બર 2020 સુધી પૂરુ થઈ જશે. આયુષ્માન ભારત હેઠળ કામ કરનાર હાલ 39414 કેન્દ્રો છે. આ સ્વાસ્થ્ય કેન્દ્રોનો વિભિન્ન શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમ કે- ઉપ સ્વાસ્થ્ય કેન્દ્ર, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર. આ બધામાં દિલ્હી, લક્ષ્યદ્વીપ અને લદ્દાખમાં તેમાંથી કોઈપણ શ્રેણીનું સ્વાસ્થ્ય કેન્દ્ર નથી.

(5:06 pm IST)