News of Saturday, 8th February 2020
સત્તાનો લાડવો ફરી કેજરીવાલના હાથમાં કે ભાજપના હાથમાં? સાંજે ફેંસલો
સાંજે ૬ પછી એકઝીટ પોલના તારણો
નવી દિલ્હી તા. ૮ : દિલ્હી વિધાનસભા ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. લોકો મતદાન પુરજોશમાં કરી રહ્યા છે. પરિણામોનું એલાન ૧૧ ફેબ્રુઆરીએ થશે અને તેની સાથે જ સ્પષ્ટ થઇ જશે કે દિલ્હીમાં કેનું રાજ હશે. અરવિંદ કેજરીવાલની વાપસી થશે કે બીજેપીની લાંબી રાહ ખત્મ થશે. કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહેશે.
વાસ્તવિક તસ્વીર તો ૧૧ ફેબ્રુઆરીએ જ સ્પષ્ટ થશે પરંતુ એ પહેલા એકઝીટ પોલમાં અમુક હદ સુધી અંદાજ લાગશે કે દિલ્હીમાં કોની સરકાર બનવા જઇ રહી છે. તમામ એજન્સીઓ તરફથી કરેલા એકઝીટ પોલના પરિણામો સામે આવશે. સાંજે ૬ વાગ્યે મતદાન ખત્મ થવાની સાથે જ એકઝીટ પોલના તારણો શરૂ થશે. કયા પક્ષને કેટલી સીટો મળશે ? કેટલા ફાયદો - નુકસાન થશે તેની ઝલક એકઝીટ પોલમાં મળશે.
(3:27 pm IST)