મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દુબઇના 'અવરમાઇન ગ્રુપ' હેકિંગ ગ્રુપે કર્યું હેક

ફેસબુકનું ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક

નવી દિલ્હી તા. ૮ : દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા સાઈટ ફેસબુકના ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર એકાઉન્ટના હેક હોવાની જાણ છે. અવરમાઇન હેકિંગ ગ્રૂપે આને હેક કર્યુ છે. જોકે હવે તમામ એકાઉન્ટને રી-સ્ટોર કરી દેવાયા છે.

અવરમાઈન ગ્રૂપ અગાઉ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વીટરના સીઈઓ જેક ડોર્સીનું એકાઉન્ટ હેક કરી ચૂકયુ છે. આ ગ્રૂપે આ વર્ષે જાન્યુઆરીમાં યુએસ નેશનલ ફૂટબોલ લીક ટીમનું એકાઉન્ટ હેક કરી દીધુ હતુ.

અવરમાઈને ફેસબુકના ટ્વીટર એકાઉન્ટને હેક કરીને પોસ્ટ કર્યુ હાય, અમે લોકો અવરમાઈન છીએ. વેલ ફેસબુકને પણ હેક કરી શકાય છે પરંતુ આની સિકયોરિટી ટ્વીટર કરતા મજબૂત છે. ફેસબુકે હેકિંગની પુષ્ટિ કરતા કહ્યુ કોર્પોરેટ સોશ્યલ એકાઉન્ટને હેક કરી દેવાયુ હતુ જેને હવે રી-સ્ટોર કરી દેવાયુ છે ત્યાં ટ્વીટરે પણ ફેસબુક એકાઉન્ટના હેક હોવાની પુષ્ટિ કરી દીધી છે. ટ્વીટરે કહ્યુ છે કે હેકિંગની જાણકારી મળતા જ એકાઉન્ટને લોક કરી દેવાયુ છે.

(3:25 pm IST)