મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઝાકિર હુસેનની આજે જન્મજયંતી

જસદણ તા. ૮: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઝાકિર હુસૈનનો જન્મ ૮ ફેબ્રુઆરી, ૧૮૯૭ ના રોજ હૈદરાબાદમાં થયો હતો, તે ઉચ્ચ મધ્યમ વર્ગના પઠાણ પરિવારના હતા. ઉત્તર પ્રદેશના ફરરૂખાબાદ જિલ્લાના કુએનગંજ ખાતે સ્થાયી થયા હતા. કમનસીબે ઝાકિર હુસૈન જયારે દસ વર્ષ ના હતા ત્યારે તેના પિતા ફિદા હુસેન ખાનનું અવસાન થયું હતું. તે મોહમ્મદ એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં (હવે અલીગર મુસ્લિમ યુનિવર્સિટી) ઉચ્ચ અભ્યાસ માટે ગય હતા. તે દિવસોમાં પણ તેમના જનરલ નોલેજ પ્રત્યેના તેમના પ્રેમ, તેની સમજશકિત અને છટાદાર વ્યકિતત્વ અને તેમના સાથી વિદ્યાર્થીઓને મદદ કરવાની તત્પરતા માટે જાણીતા હતા.૨૩ વર્ષની ઉમર એમ.એ. વર્ગનો એક માત્ર એવા વિદ્યાર્થી ઝાકિર હુસેન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથમાં હતા કે જેમણે જામિયા મીલીયા ઇસ્લામિયાના નામથી રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું નક્કી કર્યુ હતું.

ડો.જાકીર હુસેનને ૧૯૫૪ માં પદ્મ વિભૂષણ અને ૧૯૬૩ માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ડો. જાકીર હુસેન ૧૩ મે, ૧૯૬૭ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમના એક ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે આખું ભારત તેમનું ઘર હતું અને તેના તમામ લોકો તેમના હતા. કુટુંબના સભ્યો સમાન હતા.

(12:52 pm IST)