મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ પોલિંગ બૂથ પર આપ કાર્યકર્તાને લાફો મારવા કર્યો પ્રયાસ

આપ કાર્યકર્તાએ તેના પુત્ર વિશે ખરાબ ટિપ્પણી અલકા લાંબા ઉશ્કેરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીના ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને લાફો મારવાનો પ્રયત્ન કર્યો છે.ચાંદની ચોકના મજનૂના ટીલેના મતદાન કેન્દ્ર 123થી 133 પર અલકા લાંબા અને આપના કાર્યકર્તા વચ્ચે બોલાચાલી થઈ હતી

 . આ દરમિયાન અલકા લાબાંએ આરોપ લગાવ્યો કે આપ કાર્યકર્તાએ તેના પુત્ર વિશે ખરાબ ટિપ્પણી કરી છે.તેનાથી નારાજ થઈને અલકા લાંબાએ આપ કાર્યકર્તાને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને લાગી નહીં. ત્યારબાદ કોંગ્રેસ અને આપના કાર્યકર્તા આમને-સામને આવી ગયા હતા. પોલીસે વચ્ચે આવીને બચાવ કર્યો હતો. આ ઘટના બાદ અલકા લાંબાએ કહ્યું કે, આપ કાર્યકર્તાએ મારા પુત્ર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

(12:28 pm IST)