મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્હીના શાહીનબાગ ખાતે ધરણા પર બેઠેલી મહિલાઓએ મતદાન માટે લાઈનો લગાવી

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન શરુ થયું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજપુર રોડ ખાતે મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના પરિવારના લોકોએ પણ વોટિંગ કર્યું હતું. નોંધનીય છે કે દિલ્હીના શાહીન બાગ ખાતે સીએએના વિરોધમાં મહિલાઓ ધરણા પર બેઠી છે. સવારે વોટિંગ શરૂ થયા બાદ શાહીન બાગ ખાતે ધરણા પર બેઠેલી મહિલાઓએ વોટિંગ માટે લાઇનો લગાવી હતી.

(11:54 am IST)