મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

કોરોના વાયરસના કારણે મોબાઇલ માર્કેટને મોટો આંચકો

ચીનથી આવતી એસેસરીઝ મોંઘી થઇ ગઇ છે

નવી દિલ્હી તા. ૮ : ચીનના કોરોના વાયરસની અસર માત્ર પર્યટન પર જ નહીં, પરંતુ મોબાઈલ માર્કેટ પર પણ જોવા મળી રહી છે. દિલ્હી અને આગ્રાના હોલસેલ વેપારીઓ મોબાઈલ પાર્ટ્સને ઊંચા ભાવે રીટેલ વેપારીઓને વેચી રહ્યા છે. ચીનથી આવતી એસેસરીઝ મોંઘી થઈ ગઈ છે.

વેપારીઓનું કહેવું છે કે, દિલ્હી અને આગ્રાના હોલસેલર્સ તીનથી માલ મંગાવવાનું પણ બેથી ત્રણ મહિના માટે બંધ કરી દીધું છે. આ સમસ્યાને કારણે રીટેલ વેપારીઓ ચિંતિત છે, તો બીજી તરફ આ વધતી મોંઘવારીનો સીધો બોજો જનતા પર પડતો દેખાઈ રહ્યો છે. આ અંગે વેપારીઓનું કહેવું છે કે, તેઓ દિલ્હી અને આગ્રા બંને મોટા શહેરોના હોલસેલર્સની પાસેથી મોબાઈલ તેમજ રીપેરિંગનો સામાન ખરીદે છે. પરંતુ જયારથી ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો છે, ત્યારથી આ બંને મોટા શહેરોના હોલસેલર્સે ચીનથી માલ મંગાવવાનું બે-ત્રણ મહિના માટે પ્રતિબંધિત કરી દીધુ છે.

હવે હોલસેલર્સ પાસે જે માલ સ્ટોકમાં છે, તે પણ ઊંચા ભાવે રીટેલ વેપારીઓને વેચી રહ્યા છે. આગ્રામાં પણ ઘણા હોલસેલર્સ છે, જે મોબાઈલ પાર્ટ્સથી લઈને મોબાઈલ સુધી બધું જ ડાયરેકટ ચીનથી જ મંગાવે છે. જોવા જઈએ તો, આ વાયરસના કારણે મોબાઈલ માર્કેટને પણ મોટો ઝટકો લાગ્યો છે. કરોડો રૂપિયાના આ માર્કેટ આ વાયરસના કારણે અચાનકથી ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની સીધી અશર લોકોના પોકેટ પર પડી રહી છે. આવી સ્થિતિમાં મોબાઈલોના નાના દુકાનદારોની સામે મોટી સમસ્યા આવી રહી છે.(૨૧.૬)

વધી ગયો આટલો ભાવ

વીવો મોબાઈલ ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૮૫૦ રૂપિયા, હવે ૧૩૦૦ રૂપિયા

ઓપો ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૮૫૦ રૂપિયા, હવે ૧૦૦૦ રૂપિયા

સેમસંગ ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૪૫૦ રૂપિયા, હવે ૧૦૦૦ રૂપિયા

એમઆઈ ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૬૦૦ રૂપિયા, હવે ૧૦૫૦ રૂપિયા

ચાર્જિંગ પ્લેટ (ભ્ઘ્ગ્)- ૮ દિવસ પહેલા ૧૮૦ રૂપિયા, હવે ૨૫૦ રૂપિયા

સ્પીકર- ૮ દિવસ પહેલા ૨૨૦ રૂપિયા, હવે ૩૦૦ રૂપિયા

 

(11:34 am IST)