મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

આજે દિલ્હી તોડી શકશે મતદાનનો રેકોર્ડ? ૧૯૭૭માં થયું હતું સૌથી વધુ ૭૧.૩% મતદાન

નવી દિલ્હી તા. ૮ : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે ૮ કલાકથી મતદાન શરૂ થયું છે. રાજકીય દળ પોત-પોતાના હિસાબથી ઓછા કે વધુ મતદાનનો અંદાજ લગાવશે. પરંતુ દિલ્હીના ચૂંટણી અધિકારીના કાર્યાલય પર તમામની નજર રહેલી છે કે આ વખતે દિલ્હી આઝાદી બાદથી થયેલી તમામ ચૂંટણીના રેકોર્ડને ધ્વસ્ત કરશે કે નહીં? જણાવવામાં આવ્યું છએ કે વધુ અને શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે આ વખતે ચૂંટણીની આ સંપૂર્ણ પ્રક્રિયામાં આશરે રેકોર્ડ ૧૨૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ ખર્ચના રેકોર્ડની સાથે શું મતદાનનો પણ નવો રેકોર્ડ બની શકશે?

દિલ્હી સીઈઓ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આઝાદી બાદ દિલ્હીમાં અત્યાર સુધી રેકોર્ડ ૭૧.૩ ટકા મતદાન ૧૯૭૭માં થયું હતું. ત્યારબાદ તેનાથી વધુ મતદાન કયારેય થયું નથી. ૨૦૧૫માં મતદાન ૬૭.૨ ટકા સુધી ગયું હતું. આ તમામ વાતોને જોતા ચૂંટણી કાર્યાલયે પોતાના તરફથી ઓછામાં ઓછો ૨૦૧૫નો રેકોર્ડ તોડવાના દરેક પ્રયત્નો કર્યાં છે.

પરંતુ સીઈઓ ડો. રણવીર સિંહનું કહેવું છે કે અમે તો ઈચ્છીશું કે ૧૦૦ ટકા મતદાન થાય. પરંતુ તેમ છતાં જેટલા લોકો પોતાના મતાધિકારનો જેટલો વધુ ઉપયોગ કરી શકે. તે સારૂ રહેશે. પરંતુ જાણકારોનું કહેવું છે કે દિલ્હીમાં મતદાન ટકાવારી વધારવામાં વધુ એક સમસ્યા તે પણ છે કે હકીકતમાં ૧ કરોડ ૪૭ લાખ ૮૬ હજાર મતદાતામાંથી ૧૨ લાખ મતદાતા એવા છે, જેનું કોઈ સરનામું નથી. એટલે કે આ મતદાતા વિશે તે જાણકારી નથી કે તેમાંથી કેટલા જીવિત છે કે શિફટ થઈ ચુકયા છે. વોટર લિસ્ટને જયારે અપડેટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ૧૦થી ૧૨ લાખ મતદાતાની સંખ્યા આવી હતી. જેના વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. તેવામાં એક તરફથી જોવામાં આવે તો શનિવારે મતદાન ૧ કરોડ ૪૭ લાખ ૮૬ હજાર મતદાતા નહીં પરંતુ આશરે ૧ કરોડ ૩૫ લાખ મતદાતાનું થશે.

(11:32 am IST)