મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

પ્રમોશનમાં અનામત આપવા માટે રાજય સરકાર બંધાયેલી નથી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજય સરકાર અનામત નિર્દેશ જાહેર ન કરી શકે

નવી દિલ્હી,તા.૮: સુપ્રીમ કોર્ટે ઉત્ત્।રાખંડ હાઈકોર્ટના તે ચૂકાદાને રદ્દ કરી દીધો છે જેમાં હાઈકોર્ટે રાજય સરકારને કહ્યું હતું કે તે પ્રમોશનમાં અનામત આપવા માટે કવોન્ટિટેટિવ ડેટા એકઠો કરે. ડેટા એકઠો કરીને તપાસ કરવામાં આવે કે એસસી/એસટી કેટેગરિના લોકોને પ્રયાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહીં કે જેથી તેમને પ્રમોશનમાં અનામત આપી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજય સરકાર અનામત નિર્દેશ જાહેર ન કરી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના ચૂકાદામાં કહ્યું કે રાજય સરકાર પ્રમોશનમાં અનામત આપવા માટે બાધ્ય નથી.

એસસી/એસટી કેટેગરીમાં પ્રમોશનમાં અનામત આપવાનો નિર્દેશ હાઈકોર્ટે જાહેર કર્યો હતો. આ ચૂકાદાને રાજય સરકાર અને સામાન્ય વર્ગના લોકો દ્વારા આવેદન આપી પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના ચૂકાદામાં કહ્યું કે અદાલત સામે હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. રાજય સરકારને હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે તેઓ એસસી/એસટી કેટેગરીના લોકોને પર્યાપ્ત પ્રતિનિધિત્વ અંગે માહિતી જાણવા માટે કવોન્ટિટેટિવ ડેટા એકત્ર કરે અને પ્રમોશનમાં અનામત આપવામાં આવે. આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

'પ્રમોશનમાં અનામત મૌલિક અધિકાર નહી, રાજય તેના માટે બંધનકર્તા નથી'

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે રાજય સરકાર પ્રમોશનમાં અનામત આપવા માટે બંધનકર્તા નથી. કોઈનો મૌલિક અધિકાર નથી કે તે પ્રમોશનમાં અનામતનો દાવો કરે. કોર્ટ તેના માટે નિર્દેશ જાહેર ન કરી શકે કે રાજય સરકાર અનામત આપે. સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સ્વાને જજમેન્ટ(મંડલ જજમેન્ટ)ને ટાંકતા કહ્યું કે અનુચ્છેદ-૧૬(૪) અને અનુચ્છેદ ૧૬(૪ખ્)મુજબ જોગવાઈ છે કે રાજય સરકાર ડેટા એકત્ર કરશે અને માહિતી મેળવશે કે એસસી/એસટી કેટેગરીના લોકોને પ્રયાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહીં કે જેથી તેમને પ્રમોશનમાં અનામત આપી શકાય. પરંતુ આ ડેટા રાજય સરકાર દ્વારા આપેલી અનામતને જસ્ટિફાઈ કરવા માટે હોય છે કે પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી. ત્યારે જરૂરી નથી કે રાજય સરકાર અનામત આપતી નથી. રાજય સરકાર તેના માટે બંધનકર્તા નથી. એવામાં ઉત્તરાખંડ હાઈકોર્ટનો ચૂકાદો રદ્દ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલના કેસમાં હાઈકોર્ટને એ નથી કહેવામાં આવ્યું કે કમિટીએ કવોન્ટિટેટિવ ડેટા એકત્ર કર્યો હતો અને રાજય સરકારે નક્કી કર્યું હતું કે પ્રમોશનમાં અનામત નહીં આપવામાં આવે. એવામાં હાઈકોર્ટનો આદેશ રદ્દ કરવામાં આવે છે. ઉત્ત્।રાખંડ હાઈકોર્ટના પીડબ્લ્યૂડીના જૂનિયર એન્જિનિયરથી આસિસ્ટંટ એન્જિનિયર તરીકે પ્રમોશનમાં અનામત આપવા ૧૫ જુલાઈએ ચૂકાદો આપ્યો હતો. હાઈકોર્ટે તેના માટે રાજય સરકારને કહ્યું હતું કે તે પબ્લિક સર્વિસ માટે એસસી/એસટી કેટગરીના લોકોને પૂરતું પ્રતિનિધિત્વની માહિતી મેળવવા માટે કવોન્ટિટિવ ડેટા એકઠો કરે. સુપ્રીમ કોર્ટેમાં હાઈકોર્ટના ચૂકાદાને રાજય સરકારે પડકાર્યો હતો.

(10:07 am IST)