મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવાયો વડાપ્રધાન મોદીના ભાષણનો એક શબ્દ

ગુલામ નબી આઝાદના નિવેદનમાંથી પણ એક શબ્દ હટાવ્યો

 

નવી દિલ્હી : રાજ્યસભામાં આપેલ વડાપ્રધાન મોદીના ભાષણમાંથી એક શબ્દને રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યો છે. ખરેખર, ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર પીએમ મોદીએ કેટલાક મુદ્દાઓને લઈ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. દરમિયાન વડાપ્રધાને એક એવો શબ્દ કહ્યો જેને સદનની કાર્યવાહીથી હટાવવામાં આવ્યો છે.

બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની બેઠકમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. જેના પર ધન્યાવાદ પ્રસ્તાવ દરમિયાન રાજ્યસભામાં પીએમ મોદીએ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ હટાવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,'અધ્યક્ષે 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.20થી સાંજ 6.30 સુધી રાજ્યસભાની કાર્યવાહીનો અમુક ભાગ હટાવી દીધો છે.'

સિવાય નાયડૂએ વિપક્ષી નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નિવેદનમાંથી પણ એક શબ્દ હટાવ્યો છે. પીએમ મોદીના ભાષણ પછી ગુલામ નબી આઝાદે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું.

 

(11:39 pm IST)