મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

કેરોના વાયરસના કહેરને કારણે કેરળમાં શૂટિંગ માટે બોલીવુડની પીછેહટ : સિતારા ફિલ્મનું શૂટિંગ કેન્સલ

રાજકીય આપત્તિ જાહેર કરાયા બાદ બોલીવુડે કેરળથી અંતર રાખ્યું

મુંબઈ : ચીનમાં ઉદ્ભવેલા કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. , કેરલમાં આ વાયરસના કેટલાક સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. જેથી ત્યાં રાજકિય આપત્તિ જાહેર કરવામાં આવી છે. આ વાયરસની અસર બોલીવુડ પર પણ જોવા મળી રહી છે. બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માત રોની સ્ક્રૂવાલાની ફિલ્મ 'સિતારા'ના શુટિંગને પણ રદ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું શુટિંગ 12 ફેબ્રુઆરીથી કેરલમાં શરૂ થવાનું હતું, પરંતુ હવે તેને હાલના સમય માટે ટાળી દેવામાં આવ્યું છે.

          ફિલ્મની નિર્દેશક વંદના કટારિયાએ કહ્યું કે, અમારા માટે ટીમના સ્વાસ્થ્યથી મોટું કંઈ પણ નથી. અમારી ટીમ કેરલમાં 30 જાન્યુઆરીના રોજ પહોંચી હતી અને લગભગ પાંચ દિવસ સુધી રોકાઈ હતકી, પરંતુ તમામ પરિસ્થિતીઓને જોતા જ બધા લોકો પરત ફરી ગયા હતા. હવે જોઈએ કે, અમે કેવી રીતે આગળ વધીએ છીએ. જો કે, અમારી પાસે એક બીજી યોજના પણ છે, જેના પણ અમે કામ પણ શરૂ કરી દીધું છે.

          બોલીવુડ ફિલ્મ 'સીતારા'માં શોભિતા ધુલિપાલા મુખ્ય પાત્રમાં જોવા મળશે. જો કે, આ પ્રથમ ફિલ્મ નથી જેનું શુટિંગ કોરોના વાયરસના કારણે રદ થયું છે. માત્ર કેરલ જ નહી, પરંતુ વિદેશમાં પણ જે જગ્યાએ આ વાયરસનું સંક્રમણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તે જગ્યાએથી સિનેમાં જગત પોતાને દૂર રાખી રહ્યું છે. આ જ કારણે નાગાર્જુન અને સૈયામી ખેરન અભિનીત ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'ની થાઈલેન્ડની શૂટિંગ પણ રદ કરવામાં આવી છે.

          અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનથી શરૂ થયેલી આ મહામારી અત્યાર સુધી સેંકડો લોકોને પોતાના લપેટમાં લઈ ચુકી છે. ભારતના પાડોશી દેશ હોવાને કારણે આપણે ત્યાં પણ આ બીમારી ફેલાવવાની ગુજાઈશ વધી જાય છે. તેથી જ ભારત સરકારે આ રોગને રોકવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે.

(12:00 am IST)