મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

" સુરત તેરી ખુબસુરત મૂરત " : એશિયાના શ્રેષ્ઠ 30 શહેરોમાં સ્થાન : કુદરતી આપત્તિ સામે હિંમત હાર્યા વિના લડી લેવામાં મશહૂર સુરતી લાલાઓએ શહેરને એશિયાના શ્રેષ્ઠ શહેરોમાં 8 મો ક્રમ અપાવ્યો

સુરત : " સુરત તેરી ખુબસુરત મૂરત "ઉક્તિ સાથે જગમશહૂર સુરત શહેરએ એશિયાના શ્રેષ્ઠ 30 શહેરોમાં સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધીના રેકર્ડ મુજબ કુદરતી આપત્તિ સામે હિંમત હાર્યા વિના લડી લેવામાં મશહૂર સુરતી લાલાઓ અગ્રક્રમ ધરાવે છે.જેમણે  શહેરને એશિયાના શ્રેષ્ઠ શહેરોમાં 8 મો ક્રમ અપાવ્યો છે.

સિંગાપોરની ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા આ યાદી બહાર પડાઈ છે. ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા શહેરીકરણ માટે શહેરોને સુવિધા પૂરી પાડવા પૂરતી નાણાકીય જરૂરિયાત મળી રહે એ માટે એશિયાનાં શહેરો પાસેથી અરજીઓ મંગાવાઈ હતી. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ અરજી કરી હતી. આ યાદીમાં સુરતની 8મા ક્રમે પસંદગી થતાં હવે SMCને હવા, જમીન અને પાણીના પર્યાવરણલક્ષી 30 હજાર કરોડના પ્રોજેક્ટ માટે ટેક્નિકલી અને ફન્ડિંગની મદદ વિશ્વમાંથી પ્રાપ્ત થઈ શકશે.

આમ આ યાદીમાં પસંદગી થતાં બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત પાલિકા ભવિષ્યમાંજે 30 હજાર કરોડના પ્રોજેક્ટો માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે તેના માટે જે ટેક્નિકલ સપોર્ટ તથા મોટા પ્રોજેક્ટો હોય તેના માટે જરૂરી તમામ મદદ કરશે. તાપી શુદ્ધિકરણ, ક્લિન એર, રીસાઇકલ વોટર, પર્યાવરણના પ્રત્યેક પ્રોજેક્ટ અંગે જરૂરિયાત દર્શાવી સંકલનમાં રહીને કેવી રીતે વિશ્વમાંથી ફંડિંગ એરેજમેન્ટ કરી શકાય તેની માહિતી, ફંડિંગ અને ટેક્નિકલી મદદ મળી રહેશે. જેમાં, યુનાઇટેડનેશનની સંસ્થાઓ, ગવર્નમેન્ટ સંસ્થાઓ, અન્ય દેશની ગવર્નમેન્ટ ફંડિંગ કરે એ માટે ટેમાસેક ફાઉન્ડેશન આયોજન કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:45 pm IST)