મુખ્ય સમાચાર
News of Friday, 8th January 2021

વર્ષો સુધી રહેશે કોરોના રસીની અસર

સંક્રમણથી રહી શકાશે સુરક્ષિતઃ મોડર્નાના સીઈઓ સ્‍ટીફન બેંસેલ

પેરિસ, તા. ૮ :. મોડર્નાની કોરોના રસી એક વાર લેવાથી કેટલાક વર્ષો સુધી સંક્રમણથી બચાવશે. મોડર્નાના સીઈઓએ આવો દાવો કર્યો છે. જો કે હજુ પણ કોઈ ચોક્કસ અનુમાન કરવા માટે રસી અંગેની ઘણી માહિતીઓ જરૂરી છે. આ અમેરિકન કંપની ગયા વર્ષે ત્‍યારે ચર્ચામાં આવી હતી જ્‍યારે કોરોના ફેલાયાના થોડા જ અઠવાડીયામાં તેણે રસી બનાવવાનો દાવો કર્યો હતો.

હવે મોડર્નાની કોરોના રસીને યુરોપીયન કમિશને બુધવારે મંજુરી આપી દીધી છે. રસી બનાવવા અને ફાર્માકોવીજીવંસને જોતા સામાન્‍ય રીતે કેટલાય વરસો લાગે છે, ત્‍યારે ઝડપથી બનાવાયેલ આ કોરોના રસીઓ કેટલા સમય માટે સુરક્ષા કરસે એ સવાલ વૈજ્ઞાનિકો અને નિયામકો માટે બહુ મોટો છે.

મોડર્નાના સીઈઓ સ્‍ટીફન બેંસેલ કહ્યુ કે રસી ફકત બે કે ત્રણ મહિના જ અસરકારક રહેશે તેવા મીડીયામા આવી રહેલા સમાચારો બેકાર છે. તેમણે જણાવ્‍યુ કે રસીથી માનવ શરીરમાં જે એન્‍ટીબોડી બને છે તે બહુ ધીમે ધીમે ઓછા થાય છે. એટલે અમને લાગે છે કે રસી લોકોને કેટલાક વરસો સુધી સુરક્ષિત રાખશે.

બેંસેલે એ પણ કહ્યુ કે તેમની કંપની ટૂંક સમયમાં એ સાબિત કરવાની છે કે તેની રસી બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાના નવા વેરીયર પર પણ અસરકારક છે.

(10:34 am IST)