મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

દરિયાઈ માર્ગે વ્યાપારિક સુરક્ષા માટે ભારતે ખાડીમાં તૈનાત કર્યું યુદ્ધ જહાજ

દરિયાઇ માર્ગથી થનાર વેપાર અને ભારતીય ફ્લેગ મર્ચેન્ડ વેસલ્સની સુરક્ષા માટે મોટો નિર્ણંય

નવી દિલ્હી : ઈરાનના મુખ્ય સેના કમાન્ડર કાસિમ સુલેમાનીના અમેરિકન એર સ્ટ્રાઇકમાં મોત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને યુદ્ધની પરિસ્થિત બનેલી છે. તેવામાં ભારતે પણ પોતાના વ્યૂહાત્મક હિતોની રક્ષા માટે મોટો નિર્ણય લીધો છે અને ખાડી ક્ષેત્રમાં યુદ્ધપોત તૈનાત કરી દીધું છે.

 કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય નૌસેનાએ ખાડીમાં પોતાના યુદ્ધ જહાજને તૈનાત કર્યા છે. જોકે આ યુદ્ધ જહાજ યુદ્ધ લડવાના ઉદ્દેશ્યથી નહીં પરંતુ ભારતની દરિયાઈ વ્યાપારિક માર્ગના વેપારીઓ માટે સુરક્ષા બનાવી રાખવા માટે કર્યું છે.

  ખાડીમાં યુદ્ધ જહાજની તૈનાતીને લઇને નેવી તરફથી કહેવામાં આવ્યું છે કે આવું દરિયાઈ રસ્તે થઇ રહેલ વેપારની સુરક્ષા યોગ્ય કરવાને લઇને કરવામાં આવ્યું છે અને બન્ને દેશોની પરિસ્થિતિ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

  નેવી તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય-નૌસેના ખાડી ક્ષેત્ર દરેક સ્થિતિ પર નજર બનાવેલ છે અને દરિયાઇ માર્ગથી થનાર વેપાર અને ભારતીય ફ્લેગ મર્ચેન્ડ વેસલ્સની સુરક્ષા તપાસવા માટે આ વિસ્તારમાં હાજર છે. ભારતીય નૌસેના દેશના દરિયાઈ હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

 

(12:22 am IST)