મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

બિહારમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડવા સક્ષમઃ સંજય પાસવાનનું મોટું નિવેદન

બિહારના લોકો ભાજપ નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા આતુરઃ બિહારમાં ભાજપ અન્ય રાજય કરતા મજબૂત અને સક્રિય

            ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ કહી ચૂકયા છે કે આ વર્ષના અંતમાં થનાર વિધાનસભા ચૂંટણી નીતીશકુમારના નેતૃત્વમાં લડશે ભાજપ વિધાનસભા પાર્ષદ સંજય પાસવાનએ ભાજપના મુખ્યમંત્રી હોવાની વકાલત કરી છે.

         ભાજપ નેતા પાસવાનએ કહ્યું છે કે બિહારના  લોકો ભાજપ નેતાને બિહારના મુખ્યમંત્રીના સ્વ રૂપમા જોવા આતુર છે એમણે દાવો કર્યો કે ઝારખંડવાળી સ્થિતિ બિહારમાં નથી. બિહારમાં ભાજપ કોઇપણ રાજયથી અને અહીંના અન્ય દળોથી મજબૂત અને સક્રિય પાર્ટી છે.

         સંજય પાસવાન અટકયા નહી અમેણે પત્રકારો સાથેની વાતચીતમા ઇશારામાં જ ભાજપને એકલા ચૂંટણી મેદાનમાં ઉતરવાની પણ સલાહ આપી. એમણે આગળ કહ્યું અંતિમ નિર્ણય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને સુશીલ મોદીએ કરવાનો છે. અને અમે તેના નિર્ણયનું પાલન કરીશુ પણ અમે બિહારમાં એકલા ચૂંટણી લડવા સક્ષમ છીએ.

         ઉલ્લેખનીય છે કે આના પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ કહી ચુકયા છે કે નીતીશકુમાર ના જ નેતૃત્વમાં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે.

         હાલમાં બિહારમાં ભાજપ, જદ(યુ) અને લોજપા ગઠબંધનની સરકાર ચાલી રહી છે જેનુ નેતૃત્વ નીતીશકુમાર કરી રહ્યા છે.

(10:53 pm IST)