મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ટ્રાઈના સુધારાના પગલે DTH કેબલ બિલ ૧૪% સુધી ઘટી જશેઃ ગ્રાહકોને જલ્સા

કેબલ ટીવી યુઝર નીચી સબસ્ક્રીપ્શન કિંમતે વધુ ચેનલો મેળવી શકશે. આ ફેરફારો ૧ માર્ચથી અમલમાં આવે છે

મુંબઈ, તા.૮: ગત સપ્તાહે બ્રોડકાસ્ટ રેગ્યુલેટરે કેબલ અને બ્રોડકાસ્ટીંગ સેવાઓના નવા નિયંત્રણકારી માળખામાં સુધારા કર્યા હતા. એ મુજબ કેબલ ટીવી યુઝર નીચી સબસ્ક્રીપ્શન કિંમતે વધુ ચેનલો મેળવી શકશે. આ ફેરફારો ૧ માર્ચથી અમલમાં આવે છે. રેટિંગ એજન્સી આઈકાના અંદાજ મુજબ ટ્રાઈના સુધારાના કારણે ડીટીએચ-કેબલ બિલમાં ૧૪% સુધીનો દ્યટાડો થશે. રેગ્યુલેટરે તમામ ફ્રી ટુ એર ચેનલ માટે ગ્રાહકોને ૧૬૦ રૂપિયા ચુકવવા પડે તે રીતે ભાવબાંધણુ કર્યું છે. એ સાથે મેકસીમમ નેટવર્ક કેપેસીટી ફ્રી (એનસીએફ) ૨૦૦ ચેનલો માટે ટેકસ સિવાય રૂ.૧૩૦ નકકી કરી છે. આઈક્રાના અંદાજ મુજબ આ ફેરફારોથી ગ્રાહકોનું ડાયરેકટ ટુ હોમ (ડીટીએચ) કેબલ બિલ હાલના સ્તરેથી ૧૪% સુધી ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં  રેગ્યુલેટરે ગ્રાહકોને પસંદ કરવાનો અધિકાર આપવાના ઈરાદાથી બ્રોડકાસ્ટરોને તેમની ચેનલો ફ્રી ટુ એર (એફટીએ) છે કે પે ચેનલ તે જાહેર કરવા આદેશ આપ્યો હતો. પરંતુ ટ્રાઈની અપેક્ષાથી વિપરીત, લોકપ્રિય જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલ્સ (જીઈસી) અને સ્પોર્ટસ ચેનલના ઉંચા ભાવથી ટેરિફ ઓર્ડરનો મુળ હેતુ માર્યો ગયો હતો, અને ગ્રાહકોના બિલમાં ૨૩%સુધીનો વધારો થયો છે.

(4:13 pm IST)