મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ઇરાન-અખાતમાં વિમાની સેવા અમેરિકાએ બંધ કરી

ઓલ ઇઝ વેલ : ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા : ઇરાન દ્વારા અમેરિકાના બે સેન્ય સ્થળો પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયાઃ સ્થિતિ ઉપર ચાંતી નજર છે

વોશિગ્ટન,તા. ૮: ઇરાકમાં અમેરિકી સૈન્ય સ્થળો પર ઇરાને જવાબી કાર્યવાહીરૂપે મિસાઇલો ઝીંક્યા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રતિક્રિયા આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ઓલ ઇઝ વેલ. સ્થિતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ટ્રમ્પે કહ્યુ છે કે તમામ ઠીંકઠાક છે. કોઇ ખતરો નથી. બીજી બાજુ અમેરિકાએ તરત જ ઇરાન, ઇરાક અને અન્ય અખાત દેશોમાં તેની વિમાની સેવાને બંધ કરી દીધી છે. ઇરાન તરફથી બે અમેરિકી સ્થળો પર મિસાઇલો ઝીંકવામાં આવી છે. ટ્રમ્પે કહ્યુ છે કે અમે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ તરીકે છીએ. તમામ ટેકનોલોજી પણ અમારી પાસે રહેલી છે. ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ હુમલાના સંબંધમાં હવે વિગતવાર માહિતી આપનાર છે. વ્હાઇટ હાઉસ દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ટ્રમ્પને ઇરાનની કાર્યવાહીની વિગત આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટીફન ગ્રીશમે કહ્યુ છે કે ઇરાકમાં અમેરિકી સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે. સ્તિતી પર નજર રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા ટીમની પણ સલાહ લેવામાં આવી રહી છે. ઇરાન દ્વારા યુએસ બેઝ પર હુમલા કરવામાં આવ્યા બાદ સેવા પર માઠી અસર થવા લાગી ગઇ છે. સ્થિતી દિન પ્રતિદિન વિસ્ફોટક બની રહી છે. અમેરિકાએ ગયા શુક્રવારના દિવસે ડ્રોન હુમલો કરીને ઇરાની સેના લીડર સુલેમાનીને મોતને ઘાટ ઉતારી દીધા બાદથી જ ઇરાન અને અમેરિકા સામ સામે આવી ગયા છે. સ્થિતી વિસ્ફોટક બની રહી છે. ઇરાને હવે જવાબી હુમલો કર્યા બાદ સ્થિતી વધુ તંગ બની શકે છે.શુક્રવારના દિવસે બે કારમાં સુલેમાની અને અન્ય અધિકારીઓનો કાફલો બગદાદ વિમાની મથકથી નિકળી રહ્યા હતા ત્યારે જ કોર્ગો વિસ્તાર નજીક અમેરિકા દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા.  જેમાં બંને અધિકારી સહિત નવ લોકોના મોત થયા હતા. તમામ ટોપના અધિકારીઓ હતા.

(4:09 pm IST)