મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ક્રુડતેલ સળગ્યું: ૪.૫૦ ટકાનો ઉછાળોઃ સોના-ચાંદી ઉંચકાયાઃ શેરબજાર પટકાયું

નવી દિલ્હી, તા.૮: અમેરિકાના સૈન્યસ્થળો પર ઈરાને મિસાઈલ હુમલો કર્યાને પગલે મધ્યપુર્વમાં ફરી ટેન્શનની હાલત વચ્ચે ક્રુડતેલ ઉછળ્યુ છે. ઈરાની હુમલાના રિપોર્ટ જાહેર થવાની સાથે જ ક્રુડતેલ સાડા ચાર ટકા ઉછળ્યુ હતું. સાદુ ક્રુડ ૬૫.૫૪ ડોલર પહોંચ્યું હતું.ક્રુડ ઉપરાંત સોના-ચાંદીમાં ઉછાળો હતો. ભારતીય કોમોડીટી એકસચેંજમાં સોનુ રૂ.૫૪૨ વધીને ૪૧૨૦૫ હતું. ચાંદીનો ભાવ રૂ.૬૧૪ના ઉછાળાની ૪૮૭૨૦ હતો. રૂપિયો ૧૭ પૈસા દ્યટીને ૭૨ થયો હતો. શેરબજારમાં ગભરાટભરી વેચવાલીથી ગાબડુ હતું. સેન્સેકસ ઈન્ટ્રા-ડે અંદાજીત ૪૦૦ પોઈન્ટ ગગડીને ૪૦૪૭૬ થયો હતો. નિફટી પણ ગગડીને ૧૨૦૦૦ની નીચે સરકીને ૧૧૯૨૯ સાંપડયો હતો.

(4:06 pm IST)