મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ઈરાનનો દાવો - US એરબેઝ પર મિસાઇલ હુમલામાં ૮૦ 'અમેરિકન આતંકીઓ'નાં મોત

ઈરાનની અર્ધ સરકારી ન્યૂઝ એજન્સીએ અમેરિકન એરબેઝ પર છોડવામાં આવેલા રોકેટસનો કથિત વીડિયો જાહેર કર્યો છે

બગદાદ, તા.૮:  બુધવાર સવારે ઈરાન એ ઈરાક સ્થિત અમેરિકન એરબેઝ  પર અનેક મિસાઇલોથી હુમલો કરી દીધો. ઈરાન દ્વારા ઈરાક સ્થિત અલ અસદ  અમેરિકન એરબેઝ પર આ હુમલો ઈરાની જનરલ કાસિમ સુલેમાનીના અમેરિકા હુમલામાં મોતના બદલા તરીકે થયો છે.

આ હુમલામાં અલ અસદ અને ઇરબિલનાં બે સૈન્ય ઠેકાણે થયો છે. ઈરાન પ્રેસ ટીવીનાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી એરબેઝ પર કરાયેલા હુમલામાં ૮૦ સૈનિકોનાં મોત થયા છે.

ઈરાને કાસિમ સુલેમાનીના મોત બાદ તેનો બદલો લેવાની વાત કહી હતી. ઈરાનની અર્ધ સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સ ન્યૂઝ એજન્સીએ ઇરાને અમેરિકન એરબેઝ પર છોડેલા રોકેટ્સનો કથિત વીડિયો જાહેર કર્યો છે. સમાચાર એજન્સીએ ઈરાકમાં અમેરિકન એરબેઝ અલ અલદ પર થયેલા મિસાઇલ હુમલાને ઈરાન દ્વારા કાસિમ સુલેમાનીના મોતના બદલાની શરૂઆત ગણાવી છે.સીએનએન ન્યૂઝે એક વરિષ્ઠ અમેરિકન અધિકારીનું નિવેદન લીધું છે. જેમાં આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું છે કે ઈરાક સ્થિત અમેરિકન એરબેઝને મિસાઇલ હુમલાથી નિશાન બનાવવામાં આવ્યું છે.

વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ હુમલાની જાણકારી આપી દેવામાં આવી છે અને ઘટનાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(4:08 pm IST)