મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

માતાએ પોતાનું બાળક બે હજારમાં વેંચી નાખ્યું

માનવતાને નેવે મુકતો શરમજનક બનાવ

જમશેદપુર તા ૮  : ઝારખંડના જમશેદપુરમાં માનવતાને શરમ આવે તેવો કિસ્સો બહાર આવ્યો છે. અહીં ટાટાનગર સ્ટેશન પરિસરમાં એક મહિલાએ મંગળવારે બે હજાર રૂપિયામાં પોતાના બે મહીનાના માસુમ બાળકને વેંચી દીધુ હતું. ભીખ માંગીને ગુજરાન ચલાવતી તે મહિલાએ જણાવ્યું હતું કે હું બાળકને વેચત નહીં તો તે ભુખ અને ઠંડીથી મરી જાત.

ટાટાનગર સ્ટેશનની બહાર ચાઇ બસ સ્ટેન્ડની આજુબાજુ ચા-પાનની દુકાન વાળાઓમાં આ ઘટના ગઇકાલે આખો દિવસ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. નજરે જોનારાઓ અનુસાર સ્કુટી પર ત્રણ લોકો (યુવક-યુવતી અને વૃધ્ધ મહિલા) આવ્યા હતા. આરક્ષણ કેન્દ્રની પાછળ સ્ટેશન સફાઇ કર્મચારીના ડ્રેસમાં પહેલાથી જ બેઠેલી એક મહિલાને વૃધ્ધ મહિલાએ બેગમાંથી કાઢીને સ્વેટર આપ્યું હતું. જે તેણે બાળકને પહેરાવી દીધુ હતું. બાળકની માં ના  હાથમાં કાંઇક રાખ્યા પછી ત્રણે બાળકને લઇને ચાલ્યા થયા હતા.આ મહિલા પાસે લગભગ ત્રણ વર્ષની એક બાળકી પણ છે. માં દિકરી બંન્ને બસની રાહ જોઇને ઉભા રહેતા પ્રવાસીઓ પાસેથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.

બાળક વેંચવાની જાણ થતા રેલ્વે કર્મચારીઓ તેની પાસે પહોંચ્યા અને પુછપરછ કરી. તેણે જણાવ્યું કે જો તે પોતાના બાળકને જ વેચત તો તે ઠંડી અને ભુખથી મરી જાત. તેણે કહયું કે તેનું બીજુ કોઇ નથી, તે કયાંની રહેવાસી છે તે તેણે નહોતું જણાવ્યું

(1:11 pm IST)