મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

દિલ્હીમાં ફરીવાર વાતારવણમાં પલટો :ગઈ રાતથી વરસાદી ઝાપટા: વાદળો ઘેરાયા :ભારે ઠંડક પ્રસરી

વરસાદ પડતાં દિલ્હી-એનસીઆરમાં એર પોલ્યુશનમાં થોડો સુધારો થયો

નવી દિલ્હી : દિલ્હીમાં ફરીવાર વાતારવણમાં પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લાં થોડાં દિવસથી તડકો રહ્યાં બાદ ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. જેના પરિણામે મંગળવાર રાતથી દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે. કમૌસમી વરસાદને કારણે વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી રહી છે. જો કે વરસાદ પડતાં દિલ્હી-એનસીઆરમાં એર પોલ્યુશનમાં થોડો સુધારો થયો છે.

   વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે દિલ્હીમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ 9થી 11 જાન્યુઆરી સુધી દિલ્હીમાં શીત લહેરનો પ્રકોપ જોવા મળી શકે છે. 9 જાન્યુઆરીએ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે, આ દરમિયાન તાપમાન 3થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે

(12:53 pm IST)