મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

JNU મુલાકાત બાદ દીપિકા પાદુકોણના વિરોધ વચ્ચે સમર્થનમાં આવ્યું બોલિવૂડ: અભિનેત્રીને ગણાવી બહાદુર

#BoycottChhpaak ટ્રેન્ડ વચ્ચે બોલિવૂડ સેલેબ્સે દીપિકાના આ પગલાની ખૂબ પ્રશંસા કરી

મુંબઈ : જેએનયુમાં થયેલી હિંસાની બોલિવૂડ સેલેબ્સે ખૂબ જ નિંદા કરી હતી, ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાંજે દિલ્હીના જેએનયુ કેમ્પસ ગઈ હતી.અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પણ મળી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. દીપિકાનું આ પગલું કેટલાક લોકોને ગમ્યું નહીં, અને #BoycottChhpaak ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. પણ કેટલાક બોલિવૂડ સેલેબ્સે દીપિકાના આ પગલાની ખૂબ પ્રશંસા કરી છે.

    દીપિકાને સપોર્ટ કરનારા લોકોની લિસ્ટમાં સૌથી પહેલું નામ ડિરેક્ટર અનુરાગ કશ્યપનું છે. તેમણે દીપિકાના સપોર્ટમાં લખ્યું, સ્ત્રીઓ હમેશાંથી શક્તિશાળી હતી અને રહેશે. છપાકના પહેલા દિવસે એ બધાં લોકો જે હિંસાની વિરુદ્ધ ઊભા છે તેઓએ બુકમાય શો પર જવું જોઈએ અને આ લોકોને બતાવવું જોઈએ. આપણે એવું મૌન રાખીએ જે સૌથી વધુ અવાજ કરે.

   અનુરાગે વધુ એક ટ્વિટમાં લખ્યું, એ વાત ન ભૂલવી જોઈએ કે, દીપિકા આ ફિલ્મની પ્રોડ્યૂસર્સમાંથી એક છે. તેણે રિસ્ક ઉઠાવ્યું છે અને મારા દિલમાં તેના માટે સન્માન

ફિલ્મમેકર અનુભવ સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું, હું હમેશાથી કહેતો આવ્યું છું કે, સ્ત્રીઓ સૌથી વધુ સશક્ત છે. દીપિકા માટે સન્માન.

  સ્વરા ભાસ્કરે દીપિકા પાદુકોણની પ્રશંસા કરતાં લખ્યું, Good on you @deepikapadukone. જ્યારે છપાકમાં દીપિકા પાદુકોણના કો-સ્ટાર વિક્રાંત મેસીએ પણ દીપિકાના આ પગલાની પ્રશંસા કરી છે. તેણે ટ્વિટ કરીને કહ્યું, swells with pride. એક્ટ્રેસ ઋચા ચડ્ડાએ લખ્યું, Brava@deepikapadukone

  સિંગર વિશાલ ડડલાનીએ દીપિકાનું સમર્થન કર્યું અને તેના પગલાને હિંમતવાન ગણાવ્યું હતું. તેણે લખ્યું- દીપિકાને આવી હિંમત બતાવવા બદલ આભાર, બોલિવૂડના ઘણાં લોકો આવું કરવા સક્ષમ નથી. જે લોકો છપાકને ડાઉન ટ્રેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ પહેલેથી જ હારી ગયા છે. તમારી નફરત બહાદુર મહિલાઓને રોકી શકતી નથી. મારા શબ્દો યાદ રાખો અને #ChapaakIsABLOCKBUSTER!ને ટ્રેન્ડ કરો.

(12:51 pm IST)