મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ઇરાનના હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું

અમેરિકા પાસે છે વિશ્વની સૌથી શકિતશાળી સેના

વોશિગ્ટન, તા. ૮ : ઇરાને ઇરાકમાં અમેરિકન સેના અને ગઠબંધન દળ વિરૂદ્ધ પોતાના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા ગઇકાલે મિસાઇલ હુમલાઓ કર્યા હતાં. આ હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, 'બધુ બરાબર છે. ઇરાક ખાતેના બે અમેરિકન એરબેઝ પર ઇરાને હુમલો કર્યો છે. અમે નુકસાનીની ગણત્રી કરી રહ્યા છીએ અત્યાર સુધી બધુ બરાબર છે અમારી પાસે વિશ્વની સૌથી શકિતશાળી અને આધુનિક હથિયારોથી સજ્જ સેના છે. હું કાલે સવારે આ બાબતે બયાન આપીશ.'

અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગોને પણ ઇરાનના હુમલાની પુષ્ટિ કરી છે. પેન્ટાગોને ઇરાની હુમલાના સમાચાર અંગે કહ્યું કે, ઇરાકમાં અમારા બે સ્થળો પર ઇરાને મિસાઇલથી હુમલો કર્યો છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્ટસ (આઇઆરજીસી) એ અલ અસદ અને ઇરબીલ એરબેઝ પર ૩પ રોકેટ છોડયા હતા. આ બન્ને જગ્યાએ અમેરિકન સેના તહેનાત છે. હુમલામાં જાનમાલના નુકસાનના હજુ કંઇ સમાચાર નથી.

(11:43 am IST)