મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

મોટી મંદીની નજીક જઇ રહ્યું છે ભારત

નોબેલ વિજેતા અભિજીત બેનર્જીની ચેતવણી : માંગને પ્રોત્સાહન આપવું જરૂરી

નવી દિલ્હી તા.૮: ડામાડોળ અર્થવ્યવસ્થા અંગે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ ચેતવણી આપી છે કે આપણો દેશ મોટી મંદીની બહુ જ નજીક છે.૧૯૯૧ના આર્થિક સંકટ સાથે ધીમા વિકાસ દરની સરખામણી કરતા તેમણે સુચન કર્યુ હતું છે કે વિકાસ દરને બરાબર કરવા માટે માંગ (ડીમાન્ડ)ને પ્રોત્સાહન આપવા પર આપણે ભાર મુકવો પડશે.

ઇન્ડીયન એકસપ્રેસના ''એકસપ્રેસર અડ્ડા'' કાર્યક્રમ દરમ્યાન તેમણે આ વાતો કહી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય અર્થ વ્યવસ્થાની મુખ્ય મુશ્કેલી માંગ સાથે સંકળાયેલી છે. કોર્પોરેટ ટેક્ષમાં કાપ અંગેના કેન્દ્રના નિર્ણય પર તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આ પગલુ અર્થવ્યવસ્થાને બચાવી શકશે. કોર્પોરેટ સેકટરમાં નાણાની કોઇ અછત નથી અને તેઓ તેનો ઉપયોગ યોગ્ય રીતે નથી કરી રહ્યા.

(11:41 am IST)