મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ઈરાને અમેરિકન એરબેઝ પર ધડાધડ કર્યો મિસાઇલ હુમલો, નાસ્ત્રેદમસની સાચી પડતી ભવિષ્યવાણી!

ત્રીજા વિશ્વયુદ્ઘના ભણકારા, ઇરાને અમેરિકન એરબેઝ પર મિસાઇલો દ્વારા કર્યો હુમલો

નવી દિલ્હી, તા.૮: લગભગ ૫૧૨ વર્ષ પહેલા ફ્રાંસમાં જન્મેલા ભવિષ્ય વકતા નાસ્ત્રેદમસે વર્ષ ૨૦૨૦માં ત્રીજું વિશ્વયુધ્ધ થશે તેવી ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસે દ્યણી બધી ભવિષ્યવાણી કરી હતી જે સાચી પણ પડી છે. ૫૦૦ વર્ષ પહેલાની ભવિષ્યવાણી અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને પગલે સાચી પડતી જણાઈ રહી છે.

એક ડઝનથી વધુ બેલિસ્ટિક મિસાઇલો ચલાવવામાં આવી છે. પેન્ટાગનનું કહેવુંછે કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ હુમલા અલ-અસદ અને ઇરબીલમાં બે સૈન્ય મથકો પર થયા હતા.

અમેરિકાઅને ઈરાનમાં યુદ્ઘની આશંકાવચ્ચે ઇરાકમાંઅમેરિકીસૈન્ય મથકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. સૈન્ય મથકો પર ઇરાને બેલિસ્ટિક મિસાઇલોથીહુમલો કર્યો છે. અહેવાલો અનુસાર,એક ડઝનથી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે. પેન્ટાગનનુંકહેવુંછે કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ હુમલા અલ-અસદ અને ઇરબીલમાં બે સૈન્ય મથકો પરકરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે,અલ અસદના જે સ્થળો પર ઇરાનેબેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છેત્યાં ૨૦૦૮માં ડોનાલ્ડ  ટ્રમ્પ ગયા હતા.અમેરિકાઅને ઈરાન વચ્ચેના શુક્રવારે સંદ્યર્ષ વધુ તીવ્રબન્યો હતો,જયારેઅમેરિકાએ બગદાદમાં ડ્રોનવડેહુમલો કરીને ઇરાનનાકુધ્સકમાન્ડરકાસિમ સુલેમાનીનેઠારમાર્યો. આ પછી,ઈરાન અને અમેરિકા વચ્ચે તકરારવધી ગઈહતી. ઈરાને બદલો લેવાની ધમકી આપી છે,જેના પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું કે તેના ખરાબ પરિણામો આવશે.(૨૩.૧૨)

(11:32 am IST)