મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

તો, સહકારી બેંકસ તેનું ૫૦ ટકા ધિરાણ ૨૫ લાખ સુધીની મર્યાદામાં જ કરી શકશે

ડ્રાફટ ગાઇડલાઇનથી સહકારી બેંકિંગ ક્ષેત્રે ખળભળાટ : ટૂંકમાં બેંક એસો. વિરોધ નોંધાવશે

મુંબઇ, તા.૮: પીએમસી બેંક કૌભાંડ બાદ સમગ્ર સહકારી બેંકિંગ ક્ષેત્ર સામે સખ્તાઇ અપનાવાઇ છે. સહકારી બેંકોમાં બોર્ડ ઓફ ડિરેકટર્સની ઉપર બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચનાની જોગવાઇથી કળ વળી નથી ત્યાં ફરી સહકારી બેંકો માટે ધિરાણ પર અંકુશ મૂકતી ડ્રાફટ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે ગાઇડલાઇનને મંજૂરી મળશે અને તે મુજબના અમલીકરણની વાત આવશે તો, સહકારી બેંકો માટે ધિરાણ કરવું મુશ્કેલ બનશે. સહકારી બેંકો તેમના કુલ ધિરાણના ૫૦ ટકા ધિરાણ રૂપિયા ૨૫ લાખ સુધીની મર્યાદામાં જ કરી શકશે. આ ઉપરાંત ગાઇડલાઇનમાં અમુક બાબતો સહકારી બેંકિંગ સેકટર માટે મુશ્કેલી સર્જનારી બની શકે છે. જેને લઇ સહકારી બેંકિંગ સેકટરમાં જાણે સોપો પડી ગયો છે. સહકારી બેંકિંગ ક્ષેત્રે આ ડ્રાફટ ગાઇડલાઇન સામે વિરોધ નોંધાવવાનંુ અને આ જોગવાઇ નુકસાનકર્તા હોવાની રજૂઆત કરવાનું મન બનાવ્યું છે. જે અંગે ટૂંકમાં નિર્ણય કરવામાં આવશે.

(10:54 am IST)